તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Order Of Action Against 28 Corporators Who Did Not Show Election Expenses, Even After 123 Days, Not A Single Rupee Has Been Accounted For!

ચૂંટણી પંચની કલેક્ટરને સૂચના:ચૂંટણી ખર્ચ નહીં બતાવનારા 28 કોર્પોરેટરો સામે પગલાંનો આદેશ, 123 દિવસ બાદ પણ એક રૂપિયાનો હિસાબ આપ્યો નથી!

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
  • પરિણામના 30 દિવસમાં ખર્ચની વિગતો રજૂ કરવાની હોય છે પરંતુ 123 દિવસ વિતી ગયા હોવા છતાં કોર્પોરેટરોએ એક પણ રૂપિયાનો હિસાબ આપ્યો નથી

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું પરિણામ આવ્યે 123 દિવસ થયા છતાં શહેરના 28 કોર્પોરેટરોએ હજુ ચૂંટણી ખર્ચનો હિસાબ રાજ્ય ચૂંટણી આયોગને રજૂ ન કરતાં કોર્પોરેટરોની અનિયમિતતા સામે આયોગે લાલ આંખ કરી છે. 21 જૂને રાજ્ય ચૂંટણી આયોગે અમદાવાદ કલેક્ટરને ચૂંટણી ખર્ચનો હિસાબ નહીં આપનાર કોર્પોરેટરો સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.

23 ફેબ્રુઆરીએ અમદાવાદ મ્યુનિ.કોર્પો.ની ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. પરિણામના 30 દિવસ સુધીમાં ઉમેદવારે ચૂંટણી દરમિયાનના ખર્ચની વિગતો ચૂંટણી આયોગને રજૂ કરવાની હોય છે. ત્યારે શહેરના 28 કોર્પોરેટરોએ હજુ સુધી એક પણ રૂપિયાનો હિસાબ જાહેર કર્યો નથી. ચૂંટણી ખર્ચની વિગતો જાહેર નહીં કરનાર સૈજપુર વોર્ડ-13, ઈન્ડિયા કોલોની-22, ઠક્કરનગર-23, નિકોલ-24, વિરાટનગર-25, ઓઢવ-40 અને રામોલ હાથીજણ-48 વોર્ડના 27 ભાજપ અને એક કોંગ્રેસના કોર્પોરેટરનો સમાવેશ થયો હતો.

ઘોડાસરમાં રહેતા સંતોષસિંહ રાઠોડે ચૂંટણી આયોગ સમક્ષ ફરિયાદ કરતાં ચૂંટણી આયોગને આ કોર્પોરેટરો સામે પગલાં લેવાની ફરજ પડી છે. બીજી તરફ ચૂંટણી આયોગની પણ ઉમેદવારો પાસેથી ખર્ચની વિગતો લેવામાં ઉદાસીનતા જોવા મળી હતી.જે કોર્પોરેટરોએ ખર્ચના હિસાબો આપી દીધા હતા, તેને ચૂંટણી આયોગે ઓનલાઈન વેબસાઈટ પર મૂક્યા નહોતા. 21 જૂને ચૂંટણી પંચે કલેક્ટરને હિસાબ નહીં આપનારા કોર્પોરેટરો સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.

કોર્પોરેટર 6 વર્ષ સુધી સસ્પેન્ડ થઈ શકે
ચૂંટણી ખર્ચની વિગતો આપવામાં નિષ્ફળ ગયેલા કોર્પોરેટરોને 6 વર્ષ સુધી સસ્પેન્ડ કરવાની સત્તા રાજ્ય ચૂંટણી આયોગ પાસે છે, પંરતુ અત્યાર સુધી આવું ક્યારેય બન્યું નથી. દર વખતે રાજ્ય ચૂંટણી આયોગ ઉમેદવારો સામે કાર્યવાહી કરવાની કલેક્ટરને લેખિત સૂચના આપી ભૂલી જાય છે અને કલેક્ટર પણ ઉમેદવારોને તે પત્ર આગળ મોકલી દેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...