તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની મહામારીના કારણે:રાજ્યની આઇ.ટી.આઇ.ના તાલીમાર્થીઓની પ્રત્યક્ષ તાલીમ 21 સપ્ટેમ્બરથી શરૂ ન કરવા આદેશ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • હાલની પરિસ્થિતીને કારણે તાલીમ શરૂ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

કોરોનાની મહામારીના કારણે રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટ-ઇન-એઇડ કે સ્વનિર્ભર આઇ.ટી.આઇ.ના તાલીમાર્થીઓની પ્રત્યક્ષ તાલીમ 21 સપ્ટેમ્બરથી શરૂ ન કરવા રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા જરૂરી આદેશ આપી દેવામાં આવ્યા છે. ટેકનીકલ ઇન્સ્ટીટ્યુટમાં 21 સપ્ટેમ્બરથી તાલીમી કાર્ય શરૂ કરી શકાશે તેવી કેન્દ્ર સરકારની જાહેર થયેલી માર્ગદર્શિકા અનુસંધાને હાલની પરિસ્થિતીને ધ્યાને લઇ ગુજરાતની આઇ.ટી.આઇ.માં પ્રત્યક્ષ તાલીમ શરૂ ન કરવા નિર્ણય લેવાયો હોવાનું રોજગાર અને તાલીમ ખાતાની યાદીમાં જણાવાયું છે.

રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજયની તમામ સરકારી/ગ્રાન્ટ-ઇન-એઇડ/સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના તાલીમાર્થીઓની મીનીસ્ટ્રી ઓફ સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશીપ, નવી દિલ્હી દ્વારા 7 સપ્ટેમ્બરના રોજ જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર ટેકનીકલ ઇન્સ્ટીટ્યુટમાં તાલીમી કાર્ય 21 સપ્ટેમ્બરથી શરૂ કરી શકાશે તેમ સૂચવ્યુ હતું.

રાજ્યમાં હાલ ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીના કારણે 21 સપ્ટેમ્બરથી તાલીમાર્થીઓને સંસ્થા ખાતે રૂબરૂ બોલાવી તાલીમ આપવાનું કાર્ય બીજી સુચના ન મળે ત્યાં સુધી હાલ પુરતું બંધ રાખવા જણાવવામાં આવ્યુ છે. આ અંગેની તમામ સરકારી/ગ્રાન્ટ-ઇન-એઇડ/સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ તથા સંબંધિત તાલીમાર્થીઓએ નોંધ લેવા રોજગાર અને તાલીમ ખાતાના નાયબ નિયામક શ્રી દ્વારા જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...