જમીનકૌભાંડ:અમદાવાદના ધોલેરામાં સરકારી જમીનના રેકર્ડની ચકાસણીના આદેશ

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભૂમાફિયાએ નેતાઓ સાથે મળી રૂ. 100 કરોડની સરકારી જમીન વેચી મારતા કલેક્ટરે બેઠક કરી

અમદાવાદના ધોલેરા તાલુકામાં સરકારી જમીનના તમામ રેકર્ડની ચકાસણી કરવા કલેકટરે આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગુરૂવારે ભાસ્કરમાં પ્રકાશિત થયેલા અહેવાલ બાદ સરકાર એક્શનમાં આવી ગઈ અને કલેકટરની અધ્યક્ષતામાં તમામ ઉચ્ચ અધિકારીઓ, લેન્ડગ્રેબિંગ અને સીટના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. બેઠકમાં ધોલેરા સરકારી જમીનના પ્રકરણમાં તપાસ માટે આદેશ કરાયો છે.

ધોલેરા જમીન પ્રકરણમાં સ્થાનિક તત્કાલિન સરપંચ સહિત કેટલાંક તત્કાલિન સરકારી બાબુઓની કથિત સંડોવણી હોવાનું પણ બહાર આવ્યું છે.ધોલેરા તાલુકામાં સરકારી જમીનને ખોટા દસ્તાવેજોના આધારે એક કરતાં વધુ વખત વેચી હોવાનું બહાર આવ્યા બાદ સરકારની સૂચનાથી જિલ્લા કલેકટર સંદીપ સાંગલેએ ધોલેરાના પ્રકરણમાં સીટની રચના કરી છે.

સીટની એક બેઠક મળી છે, જોકે રિપોર્ટ તૈયાર થતાં ત્રણ મહિના લાગશે. ધંધુકા પ્રાંતની અધ્યક્ષતામાં બનાવેલી સીટમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ), ધોલેરા મામલતદાર અને ધોલેરા તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કરાઇ છે. ધોલેરામાં જ સરકારી જમીનના ખોટા પુરાવા ઉભા કરી વેચી ભૂમાફિયાઓએ 100 કરોડથી વધુ રકમ ખેરવી હોવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...