તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૂંચવાડો:FRCના ઓર્ડરમાં ફી વિભાજન અંગે સ્પષ્ટતા ન કરાતાં વિરોધ

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઝોન પ્રમાણે FRCના ફી ઓર્ડરમાં વિસંગતિ હોવાથી ગૂંચવાડો
 • ફક્ત વડોદરા FRCએ વિવિધ મથાળા હેઠળ ફી અંગે ચોખવટ કરી છે

ઝોન પ્રમાણે એફઆરસીના ઓર્ડરમાં વિસંગતિ જોવા મળતા વાલીઓએ વિરોધ કર્યો છે. વાલીઓએ આક્ષેપ કર્યો છે કે રાજ્યની ચાર એફઆરસીમાંથી અમુક એફઆરસીમાં સ્કૂલની કૂલ ફીમાં કયા મથાળા હેઠળ ફીની વંહેચણી કરવામાં આવી છે તેની સ્પષ્ટતા કરાઇ નથી. જ્યારે અમુક એફઆરસીએ સ્કૂલોને કરેલા ફીના ઓર્ડરમાં ટ્યુશન ફી અંગેની સ્પષ્ટતા કરાઈ છે.

વાલી મંડળે આક્ષેપ કર્યો છે કે, વડોદરા ઝોન એફઆરસીએ સ્કૂલોને કરેલા ફીના ઓર્ડરમાં સ્કૂલોની કુલ ફીની સાથે સ્કૂલ ક્યા મથાળા હેઠળ કેટલી ફી ઉઘરાવી શકશે તેની માહિતી અપાઇ છે. અમદાવાદ ઝોનની દરેક સ્કૂલોની માત્ર કુલ ફીની સાથે વિદ્યાર્થી દીઠ ઉઘરાવવાની ફી જાહેર કરાઇ છે. જેથી સ્કૂલે કઇ ફી ક્યા મથાળા હેઠળ લેવી તેની જાણ વાલીને થતી નથી. આમ વાલીઓમાં ગૂંચવાડો ફેલાયો છે.

વાલીઓએ વધુ ફી ભરવાની થઈ શકે છે
વાલી સ્વરાજ્ય મંચના પ્રમુખ અમિત પંચાલે જણાવ્યું હતું કે, વિવિધ ઝોન એફઆરસીના ફી ઓર્ડરમાં વિસંગતિને કારણે ટ્યુશન ફીની સ્પષ્ટતા થઈ શકતી નથી. એફઆરસીની અસ્પષ્ટતાને કારણે વાલીઓએ વધુ ફી ભરવી પડે છે. એક જ કાયદા અંતર્ગત કમિટી કામ કરતી હોવા છતા દરેકના ઓર્ડરમાં વિસંગતિ છે. આ બાબતને અમે કોર્ટમાં પડકારીશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો