તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Opposition To The Circular Not To Affix The Sticker Of Advocate On The Vehicle, If The Circular Is Not Canceled, There Will Be Movement Of The Bar

ચીમકી:વાહન પર એડવોકેટનું સ્ટિકર ન લગાવાના પરિપત્રનો વિરોધ, પરિપત્ર રદ ન થાય તો બાર આંદોલન કરશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેર પાેલીસ કમિશનરે વકીલાે, ડાેક્ટર પાેલીસ સહિતના લાેકાે વાહન પર સ્ટિકર નહીં લગાવવાના પરિપત્રનાે અમદાવાદ ક્રિમિનલ કાેર્ટ બાર એસાેસિયેશન વિરાેધ કર્યો છે. આ પરિપત્ર રદ કરવા માટે બાર એસાેસિયેશન પાેલીસ કમિશનરને આવેદન પત્ર આપશે. જાે આ પરિપત્ર રદ કરવામાં નહીં આવે તાે બાર એસાેસિયેશન ગાંધી ચિંધ્યા માર્ગે આંદાેલન કરશે. તેમજ હાઇકાેર્ટમાં પિટિશન પણ દાખલ કરવાની ચીમકી આપી છે.

અમદાવાદ ક્રિમિનલ કાેર્ટ બાર એસાેસિયેશનના પ્રમુખ કમલકર ઉપપ્રમુખ ભરત શાહ અને સેક્રેટરી અશ્વિન પટેલે જણાવ્યું હતું કે, વકીલાે હાઇકાેર્ટ, મેટ્રાે, સેશન્સ, ગ્રામ્ય, ફેમિલિ કાેર્ટ અને વિવિધ ટ્રિબ્યુનલમાં પ્રેક્ટિસ માટે જતા હાેય છે. વકીલાેના વાહનાે પાર્કિંગ કરવા સારું જુદી-જુદી કોર્ટમાં એડવાેકેટના સ્ટિકર વગરના વાહનને પ્રવેશ અપાતો નથી. જેથી વકીલાે પાેતાના વાહનાે પર બાર એસાેસિયેશન દ્વારા બનાવાયેલું સ્ટિકર લગાવે છે. તેમ છતાં ઘણા વકીલાેના વાહન પર એડવાેકેટનું સ્ટિકર લગાવેલું હાેવાથી પાેલીસે દંડનીય કાયર્વાહી કરી છે. આ અંગે બાર એસાેસિયેશનમાં વકીલાેએ રજૂઆત કરેલી છે. આ પરિપત્ર રદ કરવામાં નહીં આવે તાે ગાંધી ચિંધ્યા માર્ગેે આંદાેલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...