તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસની મેયરને રજૂઆત:AMCમાં નેતા વગરના વિપક્ષ કોંગ્રેસે બજેટની સામાન્ય સભા ઓનલાઇનની જગ્યાએ ઓફલાઇન બોલાવવા મેયરને રજૂઆત કરી

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટાગોર હોલની સામાન્ય સભા ઓફલાઈન રાખવા મેયરને કોંગ્રેસના કાઉન્સિરોએ રજૂઆત કરી - Divya Bhaskar
ટાગોર હોલની સામાન્ય સભા ઓફલાઈન રાખવા મેયરને કોંગ્રેસના કાઉન્સિરોએ રજૂઆત કરી
  • કેપ્ટન વગરની કોંગ્રેસ કાઉન્સિલરોની ટીમે મેયરને રજૂઆત કરી કે ફિઝિકલ બજેટ સભામાં સોશિયલ ડિસ્ટન્સ અને ગાઈડલાઈન પાલન થશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2021-22નું રૂ. 8051 કરોડનું બજેટ શાસક પક્ષ દ્વારા સોમવારે ઓનલાઇન મંજુર કરવામાં આવ્યું હતું. આગામી 15 એપ્રિલના રોજ બજેટની સામાન્ય સભા પાલડી ટાગોર હોલમાં ઓનલાઇન મળવાનું છે ત્યારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ બજેટ સામાન્ય સભાને ઓનલાઈનની જગ્યાએ ઓફલાઇન એટલે કે લોકોની હાજરીમાં બોલાવવા માટે આજે મેયર કિરીટ પરમાર સમક્ષ રજૂઆત કરી હતી. કોંગ્રેસના કાઉન્સિલરોએ મેયરને રજુઆત કરી હતી કે કોરોનાના કારણે સામાન્ય સભા ઓનલાઇન મળે છે પરંતુ આ સભામાં બજેટની ચર્ચા કરવાની હોય ઓનલાઇનની જગ્યાએ ઓફલાઇન બોલાવવામાં આવે જેથી દરેક કાઉન્સિલર તેમના વોર્ડની રૂબરૂ રજુઆત કરી શકે.

આ વર્ષે કોંગ્રેસના કાઉન્સિલરોને સ્ટેેન્ડિંગ ચેરમેનનો પત્ર મળ્યો નથી
ચાંદખેડા વોર્ડના કોંગેસના મહિલા કાઉન્સિલર રાજશ્રી કેસરીએ જણાવ્યું હતું કે, આજે કોંગ્રેસના કાઉન્સિલરો અને સિનિયર નેતાઓએ મેયર સમક્ષ રજૂઆત કરી હતી કે દર વર્ષે બજેટ માટે સભા ફિઝિકલ બોલાવવામાં આવે છે અને આ વર્ષે ઓનલાઇન બજેટની સભા બોલાવવામાં આવી છે. જેથી કોંગ્રેસના કાઉન્સિલરો બજેટમાં હાજર નથી રહી શકવાના.. દર વર્ષે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પત્ર લખી કાઉન્સિલરોને જાણ કરે છે કે તમારા વોર્ડમાં શું સુવિધાઓ જોઈએ તે બાબતે પરંતુ આ વર્ષે એકપણ કોંગ્રેસના કાઉન્સિલરોને પત્ર ન મળ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું.

મેયરની ઓફિસમાં કોંગ્રેસના કાઉન્સિલરો મળ્યા હતા
મેયરની ઓફિસમાં કોંગ્રેસના કાઉન્સિલરો મળ્યા હતા

પોતાના વોર્ડની રજૂઆત કરવા ફિઝિકલ સામાન્ય સભા યોજવી જોઈએ
ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના કાઉન્સિલર ઇકબાલ શેખે જણાવ્યું હતું કે અમે કોરોનાની તમામ ગાઈડલાઈનનું પાલન કરવા તૈયાર છીએ અને સોશિયલ ડિસ્ટન્સ સાથે બજેટની ફિઝિકલ સામાન્ય સભા યોજવી જોઈએ. બજેટ સભામાં દરેક વોર્ડના કાઉન્સિલરોએ પોતાના વોર્ડની રજૂઆત કરવાની હોય છે અને તેની એક એક મિનિટ્સ લખાય છે. જેથી ઓફલાઇન સભા મળવી જોઈએ. જો ફિઝિકલ સભા નહિ મળે તો સિનિયર નેતાઓ સાથે ચર્ચા કરી આગામી કાર્યક્રમ નક્કી કરીશું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો