સંબોધન:રેરા અને GSTનો વિરોધ કરનારાને હવે સિસ્ટમ સારી લાગે છે: ડો. રાજેન્દ્ર ત્રિવેદી

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
એવોર્ડ સમારંભમાં દિવ્ય ભાસ્કરના COO સંજીવ ચૌહાણ, વિશાલ દવે, મહાદેવ બિરલા, જિગર શાહ, પવન બકેરી, પારસ પંડિત, હરેશ વસાણી હાજર રહ્યા હતા. (ઇન્સેટ તસવીર: ડો.રાજેન્દ્ર ત્રિવેદી) - Divya Bhaskar
એવોર્ડ સમારંભમાં દિવ્ય ભાસ્કરના COO સંજીવ ચૌહાણ, વિશાલ દવે, મહાદેવ બિરલા, જિગર શાહ, પવન બકેરી, પારસ પંડિત, હરેશ વસાણી હાજર રહ્યા હતા. (ઇન્સેટ તસવીર: ડો.રાજેન્દ્ર ત્રિવેદી)
  • ‘દિવ્ય ભાસ્કર’ આયોજિત રિઅલ આઈકોન કોન્કલેવ એન્ડ એવોર્ડ્સમાં સંબોધન
  • રેરાને કારણે બિલ્ડરો અને ગ્રાહકો વચ્ચે પારદર્શિતા જળવાઈ રહે છે, લોકો હવે વેબસાઇટ પરથી પણ બિલ્ડર વિશે જાણકારી મેળવી શકે છે: બિલ્ડરો

દિવ્ય ભાસ્કર આયોજિત રિઅલ આઈકોન કોન્કલેવ એન્ડ એવોર્ડ્સના કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કહ્યું કે, ભાગ્યથી વધારે અને સમયથી પહેલા કોઈને મળ્યું નથી અને મળવાનું પણ નથી. મોટિવેશનલ સ્પીકર ગુરુ ગોપાલદાસના પ્રવચનને ટાંકતાં તેમણે કહ્યું કે, વ્યક્તિની પ્રગતિ ખૂબ જ થાય છે. આ પ્રગતિમાં આપણા નજીકના ભુલાઈ ન જાય તેની શીખ સદા યાદ રાખવી જોઈએ. માનવીએ પોતાની માનવતા ક્યારે ભૂલવી ન જોઈએ.’

મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ડિજિટલ સિસ્ટમને ટાંકતા કહ્યું કે, ભ્રષ્ટાચારને ઘટાડવા ડિજિટલ સિસ્ટમ લાવવામાં આવી છે, પણ તાજેતરમાં જ મારા દ્વારા પાડવામાં આવેલી રેડમાં ડિજિટલ મશીન ચોરી કરતા હોવાનું બહાર આવ્યું હતું. લોકોને થતા અન્યાય રોકવા માટે મારા દ્વારા સીધી રેડ કરવામાં આવી હતી. હાલમાં અધિકારીઓ સારું કરવા ઈચ્છી રહ્યા છે, જેથી સારા રિલેશનની સાથે જાણકારી અને ડર પણ હોવો જોઈએ તો સિસ્ટમ વધુ સરળ બને છે. ઘણા સમય પછી સારો સમય આવતો હોય છે. હાલ ભારતનો અને ગુજરાતનો સારો સમય ચાલે છે. દેશને સારા વડાપ્રધાન મળ્યા છે. રેરા અને જીએસટીના અમલ વખતે વિરોધ હતો, હવે વિરોધ કરનારને સિસ્ટમ સારી લાગે છે. ‘દિવ્ય ભાસ્કર’ આવા કાર્યક્રમોથી જ અન્ય ન્યૂઝપેપર કરતાં અલગ છબિ ધરાવે છે.

કાર્યક્રમની શરૂઆતમાં મોટિવેશનલ સ્પીકર ગુરુ ગોપાલદાસે એક કિસ્સો કહ્યો કે, એક વ્યક્તિ 18 માળની બિલ્ડિંગમાં પગથિયાંનો ઉપયોગ કરીને 18મા માળે પહોંચી છે, પરંતુ તેની ચાવી ભૂલી જાય છે, જેની જાણ તેને 18મા માળે ગયા પછી થાય છે. એટલે કે જીવનમાં લોકો મહેનત કરીને પ્રગતિ કરે છે અને આ પ્રગતિમાં તેમની નજીકના લોકોને ભૂલી જાય છે. દુનિયામાં ઈશ્વરને છોડીને કોઈ પરફેક્ટ નથી. તેમણે ઉપસ્થિત મહાનુભાવોને મંત્ર આપતા કહ્યું કે, બધાને સાથે લઈને ચાલવું જોઈએ. જીવનની ભાગદોડમાં તમે કંઈક ભૂલતા હોય તો પોતાને જ ભૂલી જાવ છો, લોકો મોતને બદનામ કરે છે. હકીકતમાં જિંદગીથી તકલીફ છે. ભાસ્કર ગ્રૂપના સીઈઓ સંજીવ ચૌહાણે કહ્યું કે, અત્યારે એવો સમય છે કે એકલા કામ કરવાના બદલે પાર્ટનરશિપમાં કામ કરવું જોઈએ, એટલે આ કાર્યક્રમના માધ્યમથી અમે તમને આગળ લઈ જવા માગીએ છીએ અને અમે પણ આગળ વધવા માગીએ છીએ.

રેરાનો અમલ સમયસર કરાયો છે
કાર્યક્રમની શરૂઆતમાં જાણીતા બિલ્ડરોએ કહ્યું હતું કે, રેરાનો અમલ સમયસર કરાયો છે. રેરાથી બિલ્ડરોને ફાયદો છે અને ગ્રાહકોને પણ ફાયદો છે. બિલ્ડરો પર એક ઓથોરિટી વોચ રાખે છે, જેના લીધે બિલ્ડરો અને ગ્રાહકો વચ્ચે પારદર્શિતા જળવાઈ રહે છે. લોકો વેબસાઇટ પરથી પણ બિલ્ડરની ચકાસણી કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...