OPD શરૂ કરાશે:નવી કિડની હોસ્પિટલમાં આજથી OPD શરૂ કરાશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • રોજના 1200 દર્દીઓ માટે રાહતના સમાચાર
  • દર્દીઓ માટે 120 ડાયાલિસિસ મશીન મુકાયા

સિવિલ કેમ્પસ સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)ની નવી બિલ્ડિંગ તૈયાર થઈ ચૂકી છે. ત્રણ મહિના અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિલ્ડિંગનું ઉદઘાટન કર્યું હતું ત્યારથી દર્દીઓ માટે તેને ખુલ્લી મૂકવામાં આવી હતી. છેલ્લા બે મહિનાથી ડાયાલિસિસ સુવિધાનું શિફ્ટિંગ કરવામાં આવ્યું હતું અને દર્દીઓનું ડાયાલિસિસ પણ શરૂ કરી દીધું હતું. જોકે અત્યાર સુધી ઓપીડીની શરૂઆત થઈ નહોતી. સોમવારે સવારે 8.30 કલાકથી નવી બિલ્ડિંગમાં નેફ્રોલોજી, પિડિયાટ્રિક નેફ્રોલોજી અને હાઈરિસ્ક પ્રેગનન્સીની ઓપીડી શરૂ થશે.

ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડૉ. વિનીત મિશ્રાએ કહ્યું કે, 1200 જેટલા દર્દીઓ ઓપીડીમાં આવે છે. નવી બિલ્ડિંગમાં પ્રથમ દિવસે ત્રણ વિભાગની ઓપીડીમાં આશરે 600 જેટલા દર્દીઓ આવી શકે છે. તેમણે કહ્યું કે, નવી બિલ્ડિંગમાં કુલ 850 બેડ છે જેમાં આઈસીયુ અને ટ્રાએજના 125 બેડનો સમાવેશ થયો છે. જુદાજુદા વિભાગોમાં દાખલ દર્દીનું ડાયાલિસિસ થઈ શકે તે માટે વિવિધ એરિયામાં 120 જેટલા ડાયાલિસિસ મશીન મૂકવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...