મચ્છરજન્ય રોગચાળો:અમદાવાદમાં ચિકનગુનિયાના કેસ વધ્યાં, AMCએ રોગચાળાને કાબૂમાં લેવા કામગીરી આરંભી

અમદાવાદએક મહિનો પહેલા
મચ્છરના બ્રિડિંગ શોધવા એએમસીએ કામગીરી કરી
  • તાવ, શરદી ઉધરસ સહિત અનેક રોગના દર્દીઓના હજી પણ વધારો યથાવત
  • અર્બન હેલ્થ સેન્ટર અને હોલ પર જઈ કોરોના સામે વેક્સિન લેવા AMCની અપીલ

અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન ડેન્ગ્યુ, ઝાડા ઉલટી અને ચિકનગુનિયાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ઠંડીની સિઝન શરૂ થઈ તેની સાથે ચિકનગુનિયાના કેસો વધી રહ્યા છે. અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સત્તાવાર રીતે ઓક્ટોબર માસમાં ડેન્ગ્યુના 775 કેસો અને ચિકનગુનિયાના 399 કેસો નોંધાયા છે.

રોગચાળાને પગલે AMC જરૂરી કામગીરી કરી
કોર્પોરેશનના આરોગ્ય વિભાગના હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ શહેરમાં ચિકનગુનિયાના કેસોમાં વધારો થયો છે. જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. જેને વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી હોય તેઓને અર્બન હેલ્થ સેન્ટર અને હોલ પર જઈ વેક્સિન લે તેવી અપીલ કરવામાં આવે છે.

ડો. ભાવિન સોલંકી, AMC મેડિકલ ઓફિસર
ડો. ભાવિન સોલંકી, AMC મેડિકલ ઓફિસર

કોલેરાનો એક પણ કેસ નહીં
1 ઓક્ટોમ્બરથી 30 ઓક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 775, ચિકનગુનિયાના 399, સાદા મેલેરિયા 95 કેસો, ઝેરી મેલેરિયાના 16 કેસો નોંધાયા છે. જ્યારે પાણીજન્ય રોગોમાં ટાઈફોઈડના 202, ઝાડા ઉલટીના 542, કમળાના 127 અને કોલેરાના 0 જેટલા કેસો નોંધાયા છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં દવાખાનામાં સવાર- સાંજ લાઇનો દર્દીઓની લાઈનો જોવા મળે છે. ખાસ કરીને ચિકનગુનિયા વકર્યો છે. ઉપરાંત તાવ, શરદી ઉધરસ સહિત અનેક રોગના દર્દીઓના હજી પણ વધારો થઈ રહ્યો છે.

AMCએ મચ્છર બ્રિડિંગ શોધવા માટે કવાયત કરી
ઓક્ટોબર માસ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારમાં મચ્છરજન્ય રોગો અને તેમના બ્રિડિંગ શોધવા માટે કવાયત હાથ ધરાઇ હતી. જેમાં સૌથી વધુ કોમર્શિયલ એકમો, બંધ પડેલા એકમો અને ઇન્સ્ટિટ્યૂટ જે અત્યારે બંધ છે, તેમાં મચ્છર વધારે બ્રિડિંગ કરે છે. આ એકમોને સાફ સફાઈમાં ધ્યાન રાખવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે. આ કામગીરી માત્ર નામની કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે.