• Home
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Only wholesale vegetables will be available at Kalupur Market; 1342 societies contacted AMC to get home delivery of vegetables

કોરોનાવાઈરસ / કાલુપુર માર્કેટમાં માત્ર હોલસેલ શાકભાજી મળશે, ઘરે બેઠા શાકભાજી મંગાવવા 1342 સોસાયટીઓએ AMCનો સંપર્ક કર્યો

શાકભાજી લઇ જવા માટે કોર્પેરેશને બસની વ્યવસ્થા કરી.
શાકભાજી લઇ જવા માટે કોર્પેરેશને બસની વ્યવસ્થા કરી.
કોર્પોરેશનના વાહનમાં શાકભાજી સોસાયટી સુધી પહોંચશે.
કોર્પોરેશનના વાહનમાં શાકભાજી સોસાયટી સુધી પહોંચશે.
X
શાકભાજી લઇ જવા માટે કોર્પેરેશને બસની વ્યવસ્થા કરી.શાકભાજી લઇ જવા માટે કોર્પેરેશને બસની વ્યવસ્થા કરી.
કોર્પોરેશનના વાહનમાં શાકભાજી સોસાયટી સુધી પહોંચશે.કોર્પોરેશનના વાહનમાં શાકભાજી સોસાયટી સુધી પહોંચશે.

  • કોર્પોરેશનના વાહનમાં ટીમ સાથે સોસાયટીનો અધિકૃત વ્યક્તિ શાકભાજી લેવા માર્કેટ જશે 
  • શાકભાજી વાહનમાં ચડાવવા અને ઉતારવાની વ્યવસ્થા કોર્પોરેશન કરી આપશે

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 09:10 PM IST

અમદાવાદ: દેશમાં લોકડાઉનની પરિસ્થિતિમાં લોકો શાકભાજી લેવા પણ બહાર નીકળી રહ્યા છે જેના કારણે ભીડ એકઠી થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને ઘરે બેઠા શાકભાજી મળે તેના માટે ઘરઆંગણે શાકભાજી મેળવોની યોજના શરૂ કરી છે. બીજી તરફ કાલુપુર શાકમાર્કેટમાં આવતીકાલથી છુટક શાકભાજીના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેથી હવે કાલુપુર માર્કેટમાં માત્ર જથ્થાબંધ શાકભાજી જ મળશે. આ સાથે જ ત્યાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. લોકોને છૂટક શાકભાજીની ખરીદી કરવા ન આવવા અપીલ કરવામાં આવી છે. 
1342 જેટલી સોસાયટીઓએ સંપર્ક કર્યો

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને ઘરે બેઠા શાકભાજી મળે તેના માટે એક જ દિવસમાં કોર્પોરેશનનો 1342 જેટલી સોસાયટીઓએ સંપર્ક કર્યો હતો. 52 જેટલી સોસાયટીઓએ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલું એક ફોર્મ મુજબની વિગતો આપતા તેઓને શાકભાજી પહોંચાડવામાં આવ્યું હતું. આ સોસાયટીઓમાં કુલ 6515 કુટુંબો રહે છે જેમાં 2144 કુટુંબોએ આ યોજના મારફતે 8095 કિલો શાકભાજી ખરીદ્યું હતું. 
કોર્પોરેશન દ્વારા સોસાયટીના એક અધિકૃત વ્યક્તિ નિમવામાં આવશે
ઘર આંગણે શાકભાજી યોજનામાં કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલા ફોર્મમાં સોસાયટીનું નામ સરનામું, કેટલા પરિવાર છે, વ્યક્તિઓની સંખ્યા અને સોસાયટીના એક વ્યક્તિના નામ - મોબાઈલ નંબર આપવાનો રહેશે. કોર્પોરેશન દ્વારા સોસાયટીના એક અધિકૃત વ્યક્તિ નિમવામાં આવશે. કોર્પોરેશનના વાહનમાં ટીમ સાથે આ અધિકૃત વ્યક્તિ વહેલી સવારે નજીકના મુખ્ય શાકમાર્કેટમાં જઇ શાકભાજી લઈ અને પૈસા ચૂકવવાના રહેશે. શાકભાજી ઉતારવાની વ્યવસ્થા પણ કોર્પોરેશન કરી આપશે. સોસાયટીના સભ્યોની યાદી પણ બનાવવાની રહેશે જે જરૂર પડશે AMCને આપવાની રહેશે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી