સ્કિલ કોર્સ શરૂ કરવા સ્કૂલોમાં ઉદાસીનતા:વ્યવસાયલક્ષી શિક્ષણ શરૂ કરવા બે સ્કૂલની જ સંમતિ

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવી શિક્ષણ નીતિ અંતર્ગત દરેક માધ્યમિક સ્કૂલમાં બાળકોની સ્કિલનો વિકાસ થાય તેવા કોર્સ શરૂ કરવાનું નક્કી કરાયું હતું, જે અંતર્ગત અમદાવાદમાં 60 જેટલી સ્કૂલોમાં વ્યવસાયલક્ષી શિક્ષણ શરૂ કરવાનું જણાવ્યું હતું. શિક્ષણ વિભાગના પરિપત્ર બાદ પણ માત્ર 2 સ્કૂલે વ્યવસાયલક્ષી શિક્ષણ શરૂ કરવાની મંજૂરી આપી છે.

દરેક સ્કૂલ એવું માને છે કે, જો પોતે વ્યવસાયલક્ષી શિક્ષણ શરૂ કરશે તો શિક્ષકની વ્યવસ્થા પણ પોતે જ કરવી પડશે. જ્યારે સરકાર દ્વારા આ મુદ્દે પણ વિચાર થયો છે. સ્કૂલો પર આર્થિક ભારણ પડશે નહીં, પરંતુ સ્કૂલોએ આ માટેની વ્યવસ્થા પોતાના કેમ્પસમાં કરવી જોઈએ. આથી બાળકોને અભ્યાસની સાથે સ્કિલ આધારિત વિવિધ કોર્સની માહિતી પણ મળશે. ઉપરાંત સ્કૂલોમાં શરૂ થનારા કોર્સ વિદ્યાર્થીને ભવિષ્યમાં નોકરી માટે મદદરૂપ થશે, પરંતુ સ્કૂલો પોતાના સ્વાર્થ માટે આ કોર્સમાં જોડાઈ રહી નથી.

રાયખડની સ્કૂલમાં બ્યુટી પાર્લરનો કોર્સ શરૂ થશે
રાયખડની સરકારી મહિલા હાઈ સ્કૂલમાં આગામી સમયમાં બ્યુટી પાર્લરનો કોર્સ શરૂ કરવામાં આવશે, જેમાં આઈટીઆઈમાંથી જે લોકોએ કોર્સ પૂરો કર્યો હશે તેઓને શિક્ષક તરીકે મૂકવામાં આવશે, જેથી નવા કોર્સના વર્કલોડ હાલના શિક્ષકો પર આવશે નહીં. કોર્સની ટ્રેનિંગ લીધા પછી વિદ્યાર્થિનીઓ કમાણી કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...