• Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Only Two And A Half Percent Of Tourists Came To Gujarat, The World's Tallest Statue, Heritage City, Asian Lion's Forest, Shakti Peeth, 2 Jyotirlinga, Why Are Tourists Away?

કેન્દ્ર સરકારનો રિપોર્ટ:માત્ર અઢી ટકા પર્યટકો જ ગુજરાત આવ્યા, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, હેરિટેજ સિટી, એશિયાઈ સિંહનું જંગલ, શક્તિપીઠ, 2 જ્યોતિર્લિંગ છતાં પર્યટક દૂર કેમ?

ગાંધીનગર / નવી દિલ્હીએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતમાં 25થી વધારે શાનદાર બીચ છે તો ગીર, ડાંગ, જાંબુઘોડાના જંગલોમાં કુદરત વસે છે. - Divya Bhaskar
ગુજરાતમાં 25થી વધારે શાનદાર બીચ છે તો ગીર, ડાંગ, જાંબુઘોડાના જંગલોમાં કુદરત વસે છે.
 • કેન્દ્ર સરકારના ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ 2020ના રિપોર્ટમાં ગુજરાત સતત 5મીવાર ટોપ 10 રાજ્યમાં 9મા ક્રમે
 • ગુજરાતમાં પાંચ વર્ષમાં ટુરિઝમ પાછળ 2500 કરોડ ખર્ચાયા
 • યુપી 23% સાથે પહેલા નંબરે, ગુજરાતથી પાછળ માત્ર રાજસ્થાન
 • દેશના 85% પર્યટક ટોપ 10 રાજ્યોમાં જ ફરવાનું પસંદ કરે છે

‘કુછ દિન તો ગુજારિયે ગુજરાત મેં...’ ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ જેવા સ્લોગન હવે બિનઅસરકારક થવા માંડ્યા છે. આ કારણે જ દેશનું સૌથી સમૃદ્ધ પર્યટન સ્થળ હોવા છતાં ગુજરાત સતત પાંચમા વખતે ટોપ 10માં નવમાં સ્થાને રહ્યું. ભારત સરકારના પર્યટન મંત્રાલયના ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ 2020ના રિપોર્ટમાં દાવો કરાયો છે કે 2019માં માત્ર અઢી ટકા લોકો જ ગુજરાત ફરવા આવ્યા હતા. જેમ કે ઉત્તર પ્રદેશ 23.1% પર્યટકોની સાથે દેશનું સૌથી પર્યટનનું રાજ્ય બની ગયું. છેલ્લા 10 વર્ષમાં યુપી સાતમીવાર બીજા ક્રમે અને એક વખતે ત્રીજા નંબરે રહ્યું. જ્યારે ગુજરાત પાંચ વર્ષથી સતત 9માં નંબરે છે. વિદેશી પર્યટકોની પસંદગી જગ્યામાં ગુજરાત ટોપ 10માં પણ સામેલ નથી. વિદેશી પર્યટકોની યાદીમાં રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, અને બંગાળ ટોપ 10માં છે.

ઉત્તરપ્રદેશમાં દેશના કુલ પ્રવાસીઓમાંથી 15.4 ટકા એ મુલાકાત લીધી
2018ના રિપોર્ટ મુજબ, વર્ષ 2017ના વર્ષમાં ગુજરાતમાં 4.83 કરોડ પ્રવાસીઓ આવ્યા હતા. જે દેશના કુલ પ્રવાસીઓના 2.9 ટકા હતા. 2018ના વર્ષમાં 5.43 કરોડ પ્રવાસીઓ આવ્યા હતા જે કુલ પ્રવાસીઓના 2.9 ટકા હતા. ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે પણ ગુજરાત સતત 9મા ક્રમે આવે છે. 2018માં ઉત્તરપ્રદેશમાં દેશના કુલ પ્રવાસીઓમાંથી 15.4 ટકા એ મુલાકાત લીધી હતી જે 2019માં કુંભના કારણે વધીને સીધી 23 ટકા સુધી પહોંચી ગઇ હતી. 2018માં તમિલનાડુ પહેલા ક્રમે હતું. રિપોર્ટના મુજબ દેશના 85% પર્યટક ટોપ 10 રાજ્યમાં જવાનું પસંદ કરે છે.

અલગ-અલગ કક્ષામાં રેટિંગ અપાયું હશે તે ચકાસવું પડે
પ્રવાસન વિભાગના સચિવ મમતા વર્માએ કહ્યું- આ જે આંકડા આવ્યા છે તેને અમારે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તરીકે ચકાસવા પડશે. જે રેંકિંગ આવ્યું છે તેમાં અલગ-અલગ કક્ષામાં રેટિંગ આપ્યું હોવું જોઇએ અને તે પૈકી કઇ કક્ષામાં ગુજરાતનો દેખાવ નબળો રહ્યો કે સારો રહ્યો તે અમારે ઝીણવટભરી ચકાસણી કરવી રહી. આ ચકાસણી કર્યા બાદ જ અમે આ અંગે પ્રત્યુત્તર આપી શકીએ કે ગુજરાત કેમ નવમા ક્રમે છે. તેથી હાલ આ અંગે કોઇ પ્રતિક્રિયા આપવી તે યોગ્ય નહી કહેવાય.

2019ના ટોપ ટેન રાજ્ય અને પર્યટકોની ટકાવારી

રાજ્યપર્યટક
ઉત્તર પ્રદેશ23.10%
તમિલનાડુ21.30%
આંધ્રપ્રદેશ10.20%
કર્ણાટક9.80%
મહારાષ્ટ્ર6.40%
પશ્ચિમ બંગાળ4.00%
મધ્ય પ્રદેશ3.80%
તેલંગાણા3.60%
ગુજરાત2.50%
રાજસ્થાન2.20%
 • 23.94 કરોડ દેશી-10.5 લાખ વિદેશી પર્યટકોએ જાન્યુઆરીથી માર્ચ 2019માં યુપીમાં અર્ધકુંભ જોયો.
 • 69 લાખ પર્યટકોએ આગ્રામાં તાજમહેલ જોયો
 • 3 કરોડ લોકોએ તિરુપતિના દર્શન કર્યા, દેશમાં સૌથી વધુ વિઝિટ કરવામાં આ મંદિર સૌથી આગળ રહ્યું.

ગુજરાતથી પર્યટક દૂર કેમ?
પર્યટકોને આકર્ષે એવાં તમામ સ્થળો ગુજરાતમાં છે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાથી લઇને સફેદ રણ, એશિયાઇ સિંહોના સૌથી મોટા જંગલથી લઇ બે-બે જ્યોતિર્લિંગ, શક્તિપીઠ, છતાં પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાત પ્રવાસીઓને આકર્ષવામાં જોઇએ એ પ્રમાણમાં સફળ રહ્યું નથી. સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા 2019માં 29 લાખ લોકો ગયા. જે અનુમાનથી ઓછા હતા. કચ્છનું રણ જોવા જતા સ્થાનિક લોકોની સંખ્યા 15 ટકા જ્યારે વિદેશી પર્યટકોની સંખ્યા 50 ટકા ઘટી. રાજ્ય સરકારે પોતે એક સવાલના જવાબમાં આ માહિતી આપી હતી.

અગાઉના આંકડાઓ સાથે તુલના કરીએ તો, મોદી મુખ્યમંત્રી હતા ત્યારે 2007માં ગુજરાતમાં પર્યટકોની સંખ્યા 1.23 કરોડ હતી. જે એક જ વર્ષમાં વધીને 1.41 કરોડ થઇ ગઇ હતી. વિકાસ દર 14.12 ટકા હતો. 2014માં જ્યારે મોદી વડાપ્રધાન બન્યા ત્યારે પર્યટકોની સંખ્યા 3.26 કરોડ હતી. એ પછી સંખ્યામાં સતત ઘટાડો થતો ગયો.

2015-16માં ગુજરાતમાં 2.81 કરોડ પર્યટક આવ્યા. જેમાં દેશના અન્ય રાજ્યોમાંથી 9.39 લાખ જ્યારે 7.33 લાખ વિદેશી પર્યટક હતા. 2016-17માં 3.24 કરોડ પર્યટક આવ્યા. જેમાં દેશના અન્ય રાજ્યોમાંથી પર્યટકોની સંખ્યા 1.14 કરોડ જ્યારે 9.24 લાખ વિદેશી પર્યટક હતા. કુલ મ‌ળીને 4.48 કરોડ પર્યટક ગુજરાત જોવા આવ્યા.

અન્ય સમાચારો પણ છે...