તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારીની કાળી ટીલી:આજે હેડલાઈનમાં માત્ર આ કાળી ટીલી, કારણ કે 621 કેસ સાથે કોરોના નવી ટોચે છે, તંત્રની એ પાચ નિષ્ફળતાઓ જેના કારણે કેસો વધે છે

અમદાવાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગુજરાત બહારથી આવનારાના RTPCR થઈ રહ્યા નથી
 • હોમ ક્વોરન્ટીન થયેલાં સેંકડો બહાર ફરી રહ્યા છે
 • શહેરની સરકારે કોરોના સામે શરણાગતિ સ્વીકારી કલંક લગાડ્યું છે
 • સતત 8માં દિવસે 600થી વધુ કેસ

કોરોના કેસો 8 દિવસથી સતત 600નો આંક વટાવી રહ્યા છે. આજે શહેરમાં કોરોના કેસોની સંખ્યા 621 પર પહોંચી ગઈ છે જે નવી ટોચ છે. કોરોનાની શરૂઆતમાં જ્યાં 1લી ફેબ્રુઆરીથી 12મી ફેબ્રુઆરી સુધી કુલ 606 કોરોના કેસો સામે આવ્યા હતા. ત્યાં આટલી સંખ્યા કરતાં તો વધારે કેસો અત્યારે માત્ર એક દિવસમાં સામે આવી રહ્યા છે. કોરોનાને કારણે 3 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાં છે. હજુ પણ શહેરમાં 1803 જેટલાં દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. 8 દિવસમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4865 પર પહોંચી છે.

તંત્રની એ પાચ નિષ્ફળતાઓ જેના કારણે કોરોનાના કેસો સતત વધે છે

1. હોમ ક્વોરન્ટીન થયેલાં પર કોઈ કંટ્રોલ નહીં
શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તે સાથે મોટા પ્રમાણમાં દર્દીઓ હોમ ક્વોરન્ટાઇન થઈ રહ્યા છે. પરંતુ આ પૈકીના સંખ્યાબંધ લોકો ક્વોરન્ટીનના નિયમોનું પાલન કરતાં નથી એવી ફરિયાદો આવે છે. પરંતુ તંત્ર આ અંગે કોઈ કાર્યવાહી કરી નથી રહ્યું જેને કારણે ચેપના ફેલાવાનું જોખમ ઊભું થયું છે.

2. પૂરતાં પ્રમાણમાં RTPCR ટેસ્ટ કરાઈ રહ્યાં નથી
રેપિડ ટેસ્ટ કોરોનાના કેસોને ડિટેક્ટ કરવા માટે 100 ટકા અકસીર નથી. કેન્દ્ર સરકારે આરટીપીસીઆર ટેસ્ટની સંખ્યા વધારવા આદેશ આપ્યો છે તેમ છતાં હજુ શહેરમાં રેપિડ ટેસ્ટના ડોમ બહાર લાંબી લાંબી લાઈનો હોય છે. રેપિડ ટેસ્ટ થાય છે પરંતુ જેટલા જોઈએ એટલા આરટીપીસીઆર ટેસ્ટ થતાં નથી.

3. લોકો ટોળે વળે છે તંત્ર આંખ આડા કાન કરે છે
શહેરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાણે માત્ર કહેવાની વાત છે અમલમાં મૂકવાની નહીં. લોકો સંખ્યાબંધ સ્થળોએ ટોળે વળી રહ્યા છે. તેમ છતાં તંત્ર પૂરતાં પગલાં ભરતું નથી. ખુદ સત્તાધીશો જ માસ્કના નિયમોનો ભંગ કરે છે. તો લોકોને શું કહે? સરવાળે તો કોરોનાના કેસો વધ્યા જ કરે છે.

4. રાજ્ય બહારથી આવતા લોકોના ટેસ્ટ થતાં નથી
શહેરમાં ખાળે ડૂચા ને દરવાજા મોકળા જેવો ઘાટ છે. મહારાષ્ટ્રમાંથી અને અન્ય શહેરોમાંથી આવતા લોકોના આરટીપીસીઆર ટેસ્ટ થાય તો કોરોનાના વાહકો પર કંટ્રોલ આવે પરંતુ એરપોર્ટ, રેલવે સ્ટેશને એટલા છીંડા છે કે મુસાફરો ટેસ્ટ કરાવ્યા વગર શહેરમાં દાખલ થઈ જાય છે.

5. કન્ટેઇનમેન્ટ કરી તંત્ર જવાબદારી ખંખેરે છે
અગાઉ કોરોનાના કેસોના કોન્ટેક્ટ ટ્રેસિંગ થતાં હતા. જેથી ચેપનો સોર્સ ખબર પડતી હતી. હવે તંત્ર જ્યાં વધુ કેસ હોય તેને કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરે છે પરંતુ ત્યાં પણ નિયંત્રણો હળવા હોય છે. જેને કારણે કોરોના કેસો કંટ્રોલમાં આવવાને બદલે કાબૂ બહાર જઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો