મહત્વપૂર્ણ સિદ્ધિ:દેશભરમાં એકમાત્ર અમદાવાદની સિમ્સ હોસ્પિટલે થેલેસીમિયાથી પીડાતા બાળકોમાં 150 બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કર્યા

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર બાળક અભિજિત સોલંકી અને તેના માતા-પિતા - Divya Bhaskar
ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર બાળક અભિજિત સોલંકી અને તેના માતા-પિતા
  • સિમ્સ હોસ્પિટલમાં સંકલ્પ ફાઉન્ડેશનની મદદથી 150 જેટલા બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવ્યા

અમદાવાદની ખાનગી હોસ્પિટલે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને સાજા કરવાની દિશામાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. દેશભરમાં એકમાત્ર સિમ્સ હોસ્પિટલે થેલેસીમિયાથી પિડાતા બાળકોમાં 150 બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. જે દેશમાં કોઈ એક હોસ્પિટલે કરેલ ટ્રાન્સપ્લાન્ટમાં સૌથી વધુ છે.

ગુજરાતમાં 1500 જેટલા બાળકો થેલેસીમિયા સાથે જન્મે છે
સિમ્સ હોસ્પિટલમાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ પ્રોજેક્ટ કોર્ડિનેટર અને બાળ રોગના નિષ્ણાત ડોક્ટર દિપા ત્રિવેદીએ જણાવ્યું કે દેશભરમાં વર્ષે 10 હજાર જ્યારે ગુજરાતમાં અંદાજે 1000-1500 જેટલા બાળકો થેલેસીમિયા સાથે જન્મે છે. જેમને યોગ્ય સારવાર થવી ખૂબ જરૂરી છે. સિમ્સ હોસ્પિટલમાં સંકલ્પ ફાઉન્ડેશનની મદદથી 150 જેટલા બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવ્યા છે.

ટ્રાન્સપ્લાન્ટેશનમાં 9 લાખથી 15 લાખ સુધીનો ખર્ચ થાય છે
ટ્રાન્સપ્લાન્ટેશનમાં 9 લાખથી 15 લાખ સુધીનો ખર્ચ થાય છે

ટ્રાન્સપ્લાન્ટેશનમાં 9 લાખથી 15 લાખ સુધીનો ખર્ચ થાય છે
સિમ્સ હોસ્પિટલે 2017થી અત્યાર સુધીના સમયગાળામાં 150 જેટલા બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે, જે મોટી સિદ્ધિ છે. ટ્રાન્સપ્લાન્ટ માટે એક દિવસની આ પ્રોસેસ છે, જેમ બ્લડ બેંકમાં લોહી લેવાની અને અન્ય દર્દીને લોહી ચડાવવાની પ્રક્રિયા થાય છે, એ રીતે જ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. આ માટે રાજ્ય સરકાર પણ 2.33 લાખની આર્થિક સહાય આપે છે. જેની ટ્રાન્સપ્લાન્ટેશનમાં 9 લાખથી 15 લાખ સુધીનો ખર્ચ થાય છે. સરકારે તમામ લોકો માટે થેલેસેમિયાનો ટેસ્ટ ફરજીયાત કરવો જોઈએ. જેથી તેનાથી થતી અસરો કે આડઅસરો નિવારી શકાય.

શું છે બોનમેરો?
સિમ્સ હોસ્પિટલના બાળ રોગ નિષ્ણાંત અમિત ચીતલીયાનું કહેવું છે કે, સાદી ભાષામાં બોનમેરો એટલે કે વ્યક્તિના હાડકાના મવામાંથી નીકળતું અતિ શુદ્ધ પ્રકારનું લોહી. જે બાળકને ચડાવવામાં આવે છે, જેનાથી થેલેસીમિયાની બીમારી દૂર કરી શકાય છે. આ માટે ડોનર અને લેનાર, એમ બન્નેના HLA મેચ કરવામાં આવતા હોય છે. મોટાભાગે બોનમેરો ડોનર સીબલિંગ બની શકે છે, કારણ કે તેમના HLA મેચ તથા હોય છે. આ ટ્રાન્સપ્લાન્ટ 94% સફળ રહે છે. જો થેલેસેમિયાગ્રસ્ત બાળકના સીબલિંગ સાથે HLA ન થાય તો જ તેના માતા-પિતાના બોનમેરો લેવામાં આવે છે, જે 80% સફળતાની શક્યતા રહેલી છે.

ડો.દીપા ત્રિવેદી અને ડો.અમિત ચીતલીયા
ડો.દીપા ત્રિવેદી અને ડો.અમિત ચીતલીયા

માતા-પિતા જિનેટિક ખામીના કારણે થેલેસેમિયા રોગ થવાની શક્યતા
થેલેસેમિયાની સારવાર ન કરવામાં આવે તો જીવનભર તે બાળક કે વ્યક્તિને દરેક દિવસે લોહી જ ચડાવવું પડતું હોય છે. આ સમસ્યાને નિવારવા માટે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ થવું ખૂબ જ જરૂરી છે, તેની પણ આયુષયમર્યાદા પણ 20 વર્ષ સુધી રહેતી હોય છે. થેલેસીમિયા આનુવંશિક એટલે કે જન્મજાત બીમારી છે, જે બાળકના માતા-પિતા જિનેટિક ખામી હોવાના કારણે થેલેસેમિયા રોગ થવાની શક્યતા છે. જેથી તેના જીવનને બચાવવા માટે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવું ખૂબ જ જરૂરી છે. બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવી ચૂકેલા બાળક અભિજીત સોલંકીના પિતા સહદેવ સોલંકીએ દિવ્યભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ તેમનો દીકરો સામાન્ય બાળકોની જેમ જીવન જીવી રહ્યો છે, કોઈ સમસ્યા નથી પડી રહી.

અન્ય સમાચારો પણ છે...