તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ:અમદાવાદ રેલવે સ્ટેશન પર માત્ર મહારાષ્ટ્રથી આવતા લોકોનો જ RT-PCR રિપોર્ટ ચેક કરાય છે, અન્ય રાજ્યોના મુસાફરોને મુક્તિ!

અમદાવાદએક મહિનો પહેલા
મહારાષ્ટ્રથી આવતા મુસાફરોનું ટેસ્ટિંગ કરાય છે પરંતુ અન્ય રાજ્યના મુસાફરો સીધા એક્ઝિટ થઈ શકે છે
  • રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ તમામ મુસાફરોનો નેગેટિવ રિપોર્ટ ચેક કરવો ફરજિયાત
  • રેલવે સ્ટેશન પર મહારાષ્ટ્રથી આવેલા મુસાફરોની લાઇન લાગી, સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા
  • મહારાષ્ટ્રથી આવેલા મુસાફરોમાં 30-40 જેટલા લોકો પાસે રિપોર્ટ ન હતો
  • મુસાફરોના ટેસ્ટિંગ માટે બેસવાની માત્ર એક જ ખુરશી હતી અને તેને સેનેટાઈઝ પણ કરાતી નહતી

અમદાવાદ રાજ્યના સૌથી વધારે કેસ નોંધાયેલા છે. જેને ધ્યાનમાં લઈને અમદાવાદના રેલવે સ્ટેશન પર અન્ય રાજ્યમાંથી આવતા લોકોના ચેકિંગમાં કોઈ ચૂક ન રહી જાય તે માટે રાજ્ય સરકારે સૂચના આપી છે. પરંતુ રેલવે સ્ટેશન પર આ ગાઈડલાઈન મુજબ ચેકિંગની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. રેલવે સ્ટેશન પર દરરોજ અંદાજીત 20 હજાર લોકોની અવરજવર રહેતી હોય છે. જેમાં ગાઈડલાઈન મુજબ કોઈ પણ રાજ્યમાંથી આવતી તમામ ટ્રેનના મુસાફરોનું ચેકિંગ જરૂરી છે. પરંતુ DivyaBhaskarની ટીમે ત્યાં ઉપસ્થિત AMCની ટીમને પૂછ્યું કે, તમે તમામ લોકોનો રિપોર્ટ ચેક કરો છો કે કેમ? ત્યારે તેમણે જણાવ્યું કે અમને મહારાષ્ટ્રથી આવતી ટ્રેનના મુસાફરોને ચેક કરવાની સૂચના છે.

આગ્રાથી આવેલી ટ્રેનના એકેય મુસાફરના રિપોર્ટ ન મંગાયા
DivyaBhaskarની ટીમે રેલવે સ્ટેશન પર પહોંચીને તપાસ કરી તો RTPCR ટેસ્ટ કરતી AMCની બંને ટીમ પ્લેટફોર્મ નં- 1 પર જ બેઠી હતી. એ જ સમયે આગ્રાથી આવેલી ટ્રેનના તમામ મુસાફરો બીજા પ્લેટફોર્મ ઉતરી રહ્યા હતા. તેઓ રેલવે સ્ટેશનની બહાર આવ્યા ત્યાં સુધી માત્ર તેમનું થર્મલ સ્ક્રિનિંગ જ થયું હતું. જોકે તેમની પાસે કોઈએ રિપોર્ટ પણ માંગ્યો ન હતો. આગ્રાથી આવેલી ટ્રેનમાં કોઈ પણ વ્યક્તિ સંક્રમિત હોય તો તે શહેરમાં સુપર સ્પ્રેડર બની શકે છે. જેથી આવી ગંભીર બેદરકારીના કારણે તમામ શહેરીજનોને હેરાન થવાનો વારો આવી શકે છે.

મહારાષ્ટ્રથી આવેલા મુસાફરોના RT-PCR ટેસ્ટ ચેક કરાય છે ન હોય તેના ટેસ્ટિંગ થાય છે
મહારાષ્ટ્રથી આવેલા મુસાફરોના RT-PCR ટેસ્ટ ચેક કરાય છે ન હોય તેના ટેસ્ટિંગ થાય છે

મુસાફરોએ ટેસ્ટિંગ માટે લાઈન લગાવી
અમદાવાદ રેલવે સ્ટેશન પર જ્યારે મહારાષ્ટ્રથી શતાબ્દિ ટ્રેન આવી ત્યારે પણ અવ્યવસ્થા સર્જાય હતી. આ તમામ મુસાફરોને ચેકિંગ કરવાનું કામ AMC અને રેલવે વિભાગ મળીને કરે છે પરંતુ તેઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. મહારાષ્ટ્રથી આવેલા મુસાફરોમાં 30-40 જેટલા લોકો પાસે રિપોર્ટ ન હતો. તેથી તેમને ટેસ્ટ કરાવવા માટે AMCની ટીમે રોક્યા હતા. RT-PCR ટેસ્ટ કરવામાં 1 વ્યક્તિ પાછળ લગભગ 5 મિનિટ નો સમય જાય છે, જેમાં તેનું રજિસ્ટ્રેશન પણ કરવામાં આવે છે. રેલવે સ્ટેશનના એક્ઝિટ ગેટ પર અચાનક વધારે મુસાફરો આવતા લાંબી કતાર લાગી હતી. જેમાં લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયું ન હતું. જેથી આવી અવ્યવસ્થાને કારણે કેટલાક મુસાફરોને 30-45 મિનિટ સુધી રેલવેસ્ટેશન પર જ રોકાવું પડ્યું હતું.

તૂટેલી ખુરશીની જગ્યાએ બાંકડો મૂકાયો
કોરોના ટેસ્ટિંગ માટે AMC દ્વારા એક જ ખુરશી મુકવામાં આવી હતી. જેમાં વારાફરતી લોકો બેસીને ટેસ્ટ કરાવી રહ્યા હતા. જેમાં એક મુસાફરે આ ખુરશીને સેનેટાઈઝ કરવા માટે કહ્યું હતું પણ તે માટે કોઈ વ્યવસ્થા ન હતી. માટે જાતે જ મુસાફરે ખુરશીને સેનેટાઈઝ કરી હતી. ખુરશી પણ તૂટેલી હાલતમાં હતી. જોકે મુસાફરોએ આ બાબતે વિરોધ કરતા ખુરશીને બદલે બાંકડો મૂકવામાં આવ્યો હતો. જેમાં રેલવે વિભાગના કર્મચારીઓ અને AMCના કર્મચારીઓ વચ્ચે આ બાબતને લઈને બોલાચાલી થઈ હતી.

સેનેટાઈઝિંગની વ્યવસ્થા ન હોવાથી મહિલા મુસાફરે જાતે સેનેટાઈઝ કરવું પડ્યું
સેનેટાઈઝિંગની વ્યવસ્થા ન હોવાથી મહિલા મુસાફરે જાતે સેનેટાઈઝ કરવું પડ્યું

AMCએ તમામ મુસાફરોનું ચેકિંગ કરવા સૂચના આપી
ઉલ્લેખનીય છે કે, આ મામલે AMCના હેલ્થ ઓફિસર ભાવિન સોલંકીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમે રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ તમામ મુસાફરોને ચેક કરવા માટે સૂચના આપી છે. ક્યાંય કોઈ ચૂક રહી ગઈ હશે તો હું ચેક કરાવી લઈશ. જરૂર જણાશે તો રેલવે સ્ટેશન પર અમે વધુ મેડિકલ ટીમને ગોઠવીશું. જેથી તમામ લોકોનું ચેકિંગ થાય અને જેની પાસે રિપોર્ટ ન હોય તો અહીંયા સરળતાથી રિપોર્ટ કરાવી શકે છે.

બહારથી આવતા તમામના RT-PCR ટેસ્ટનો નેગેટિવ જરૂરી
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં દેશમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યા છે. સાથે અન્ય રાજ્યો પણ કોરોનાનું ઝપટમાં આવી ગયા છે. ગુજરાતમાં પણ સતત વધતા કેસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે બહારથી આવતા તમામ મુસાફરોનો RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ સાથે હશે તો તેને રાજ્યમાં પ્રવેશ આપવામાં આવશે તેવી ગાઈડલાઈન બનાવી છે. જેને લઈને આરોગ્ય વિભાગે રાજ્યના તમામ બોર્ડર પર મેડિકલ ટીમને ગોઠવી દીધી છે. જેમાં જેની પાસે RT-PCR રિપોર્ટ કરાવેલો ન હોય તો તેને પ્રવેશ આપવામાં આવતો નથી. સાથે તે ત્યાં ટેસ્ટ કરાવી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે રેલવે અને એરપોર્ટ પર પણ આજ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો