તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાઇડલાઇન:કોલેજો-યુનિવર્સિટીની હોસ્ટેલના એક રૂમમાં માત્ર એક વિદ્યાર્થી જ રહી શકશે

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 23 નવેમ્બરથી શિક્ષણકાર્ય પહેલાં રાજ્ય સરકારની SOP, વાલીની સંમતિ ફરજિયાત

ગુજરાત સરકારે યુનિવર્સિટીઓ અને કોલેજોમાં 23 નવેમ્બરથી શિક્ષણકાર્ય શરૂ કરાવવા એક ઠરાવ બહાર પાડ્યો છે અને તેમાં જણાવાયું છે કે જો વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલના એક ઓરડામાં એક જ વિદ્યાર્થી રહી શકશે.

આ ઉપરાંત સતત મોનિટરીંગ કરી સંક્રમિત વિદ્યાર્થી, શિક્ષક કે અન્ય સ્ટાફ સંસ્થાના કેમ્પસમાં પ્રવેશે નહીં તેની કાળજી લેવાની રહેશે. આ માટે યુજીસીએ બહાર પાડેલી ગાઇડલાઇનનું ચૂસ્ત પણે પાલન કરવાનું રહેશે.

સ્નાતક અનુસ્નાતક કે તેનાથી ઉપરના અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ઓફલાઇન એટલે કે સંસ્થામાં ઉપસ્થિત રહી શિક્ષણ આપવાનું થાય તો તેમના વાલીઓની સંમતિ પણ જરૂરી રહેશે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ સંસ્થામાં આવી શકે તેમ ન હોય તેમના માટે ઓફલાઇન શિક્ષણની વ્યવસ્થા કરવાની રહેશે.

પીજી, પીએચડી, મેડિકલ કે પેરામેડિકલના તમામ વર્ષના વિદ્યાર્થીઓ તથા અન્ય સ્નાતક અભ્યાસક્રમમાં ટેકનિકલ નોનટેકનિકલ સહિત તમામના ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓને જ ક્લાસરૂમાં શિક્ષણ અપાશે. વર્ગના તમામ વિદ્યાર્થીઓને એકસાથે બોલાવવાના બદલે તેમને અલગ-અલગ બેચમાં શિક્ષણ માટે બોલાવાશે. જે જૂથના વિદ્યાર્થીઓને કોલેજમાં બોલાવાય તેમને સતત ત્રણ દિવસ માટે ક્લાસ માટે બોલાવવાના રહેશે.

દરેક વ્યક્તિ માટે માસ્ક પહેરવું ફરજિયાત

 • વાલી સંમતિ આપે પછી જ ઓફ લાઇન ક્લાસીસ લેવાશે અને અન્ય વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ક્લાસની વ્યવસ્થા પણ કરવાની રહેશે
 • પીજી, પીએચડી, એમફીલ વગેરે અભ્યાસ ક્રમો મેડિકલ કે પેરામેડિકલ, ટેકનિકલ નોનટેકનિકલ સહિત તમામના ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓને જ ક્લાસરૂમાં શિક્ષણ અપાશે.
 • ક્લાસરૂમના તમામ વિદ્યાર્થીઓને 50 ટકા અથવા એક તૃતિયાંશ ભાગમાં વહેંચીને તેમની અલગ અલગ બેચ બોલાવાશે.
 • દરેક વ્યક્તિ માટે ફેસ માસ્ક ફરજિયાત રહેશે.
 • હેન્ડ વોશ અને સેનેટાઇઝર માટે પૂરતાં પ્રમાણમાં પોઇન્ટ બનાવવા જેથી એક સ્થળે ભીડ ન થાય અને તે માટેની વ્યવસ્થા સંસ્થાએ ઊભી કરવાની રહેશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો