તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી સ્ટ્રેટેજી:હવે હોસ્પિટલમાં કોરોનાના ક્રિટિકલ અને ઓક્સિજનની જરૂર હોય તેવા જ દર્દીઓ રહેશે, માઇલ્ડ સિમ્પ્ટમ્સવાળા દર્દીને રજા આપવાની તૈયારીઓ

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલમાં માઇલ્ડ સિમ્પ્ટમ્સવાળા દર્દીને રજા આપવાની તૈયારીઓ
  • હોસ્પિટલમાં બેડ ફુલ થતાં માઇનોર સિમ્પ્ટમ્સવાળા દર્દીને ઘરે સારવાર કરવા સમજાવવામાં આવી રહ્યા છે

અમદાવાદમાં હાલ કોરોના બેકાબૂ બની ગયો છે; એવા સમયે કોરોનાના કારણે અનેક દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હવે હોસ્પિટલમાં ભારણ વધતાં માઈલ્ડ સિમ્પ્ટમ્સ ધરાવતા દર્દીઓ તેમજ રૂમ એર પર રહી શકે તેવા દર્દીને અલગ કરીને તેમને ઘરે સારવાર લેવા માટે ડોકટર દ્વારા સમજાવાઈ રહ્યું છે. હવે માત્ર ક્રિટિકલ અને ઓક્સિજનની જરૂર હોય તેમની જ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવશે.

કોવિડ હોસ્પિટલોમાં હાઉસફુલ જેવી સ્થિતિ
સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરની વિવિધ હોસ્પિટલમાં હવે કોરોનાના દર્દીઓને કારણે હાઉસફુલ જેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે એમ્બ્યુલન્સ વેઈટિંગમાં છે એવા સમયમાં હવે નવી સ્ટ્રેટેજી પ્રમાણે હોસ્પિટલમાં દર્દીઓને ઓછા કરવા માટે માઈલ્ડ સિમ્પ્ટમ્સના દર્દીઓને ઘરે જવા માટે સમજાવવામાં આવી રહ્યા છે. એની સાથે હવે દર્દીને ઘરે જ સારવાર કરાવવા માટે સમજાવવામાં આવી રહ્યા છે. હવે હોસ્પિટલમાં માત્ર ક્રિટિકલ અને ઓક્સિજનની જરૂર હોય તેમની જ સારવાર કરવામાં આવશે, એ પ્રમાણે હોસ્પિટલમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

15થી વધુ એમ્બ્યુલન્સ વેઇટિંગમાં હોય એવાં દૃશ્યો.
15થી વધુ એમ્બ્યુલન્સ વેઇટિંગમાં હોય એવાં દૃશ્યો.

15થી વધુ એમ્બ્યુલન્સ વેઇટિંગમાં
અમદાવાદમાં કોરોનાવાયરસના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે અમદાવાદ સિવિલની 1200 બેડની હોસ્પિટલનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં 15થી વધુ એમ્બ્યુલન્સ વેઇટિંગમાં હોય એવાં દૃશ્યો દેખાઈ રહ્યાં છે. ભયાવહ સ્થિતિ એવી છે કે દર્દીઓ એમ્બ્યુલન્સમાંથી બહાર ઊતરે ત્યારે કયું બેડ આપવું એ માટે હોસ્પિટલ તંત્ર ચિંતામાં છે.

એક એમ્બ્યુલન્સ બહાર જાય અને બીજી તૈયાર
દિવ્યભાસ્કર દ્વારા બે દિવસ પહેલાં રાજ્યની સૌથી મોટી કોરોના 1200 બેડ સિવિલ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેમાં એક દિવસમાં 12 કલાકમાં જ 17 ડેડબોડી બહાર નીકળી હતી. આ સમયે મૃતકોનાં સ્વજનો કહેતાં હતાં કે હજી રાત્રે તો દર્દી સાથે વાત થઈ છે અને સવારે અમને ફોન આવ્યો કે તમારા સ્વજનનું મોત થયું છે. બીજી તરફ, ડેડબોડી નિકાલ કરવાના સમયે એક એમ્બ્યુલન્સ બહાર જાય અને બીજી તૈયાર હતી. આ દૃશ્ય ભયાનકતાની ચાડી ખાતું હતું. એની સાથે સાથે ત્યાં દર્દીનાં સ્વજનો પહેરેલાં માસ્ક અને ગ્લવ્ઝ પણ ફેંકી દેતાં નજરે ચડ્યાં હતાં.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

શહેરમાં કોરોનાથી થતાં મોતના આંકડા ગંભીર
રાજ્યમાં કોરોનાના કેસો હાલ દરરોજ નવો રેકોર્ડ કરી રહ્યો છે. એક તરફ, પોલીસને કડક કાર્યવાહી કરવાના આદેશ કર્યા છે તો બીજી તરફ, કોરોનાનો ગ્રાફ ટોચ પર છે. અમદાવાદ અને સુરતમાં કેસો વધી રહ્યા છે, જો એ સ્થિતિ જ રહી તો આગામી દિવસોમાં તમામ હોસ્પિટલ ફુલ થઈ જશે. હાલ કોરોનાને કાબૂમાં લેવા અને દર્દીઓની સારવાર માટે સરકાર પ્રયાસો કરી રહી છે. એની સામે કોરોનાને કારણે થતાં મોતના આંકડા ગંભીર રીતે વધી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો