સપ્તકનો ત્રીજો દિવસ:માત્ર 90 લોકો હાજર, ઓનલાઇન 1851 લોકોએ લાઇવ મજા માણી

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રીજા દિવસે રાકેશ ચૌરસિયાએ વાંસળી વાદન તો અશ્વિની દેશપાંડેએ વિલંબિત તીન તાલની પ્રસ્તુતિ કરી
  • ગાઇડલાઇન મુજબ 400ની પરવાનગી છતાં લોકો ઓનલાઇન જોવાનું વધુ પ્રિફર કરે છે

વાંસળી સવાલ કરે અને તબલુ જવાબ આપે. સ્થળ ઉપર 90 જેટલા તો ઓનલાઈન પ્લેટફોર્મ પર 1851 સંગીતપ્રેમીઓ આ સવાલ જવાબના સાક્ષી બન્યા. સંગીતપ્રેમીઓની ઓછી હાજરી પણ તેમની ભરપૂર દાદે આ કલાકારોને વધારે પ્રોત્સાહિત કર્યા. સપ્તકની ત્રીજી રાતે પ્રથમ સેશનમાં હરિપ્રસાદ ચૌરસિયાના ભત્રીજા રાકેશ ચૌરસિયાનું વાંસળી વાદન રજૂ થયું. તેમની સાથે ઉસ્તાદ ઝાકિર હુસૈનના ભાઈ ફઝલ કુરેશીએ તબલા પર સંગત કરી.બીજા સેશનમાં જયપુર અત્રોલી ઘરાનાના વોકલિસ્ટ અશ્વિની દેશપાંડેનું ગાયન રજૂ થયું.

ઓનલાઇન લોકો વધુ જુએ છે
કોરોના મહામારીને કારણે સપ્તકમાં ફિઝિકલ હાજરીમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે, આનંદની વાત એ છે કે ઓનલાઈન પ્લેટફોર્મ પર 617 ફેમિલીના અંદાજે 1851 જેટલા સંગીતપ્રેમીઓ શાસ્ત્રીય સંગીત માણે છે. આ કોઈ નાની વાત નથી. લોકો ડિજિટલ પ્લેટફોર્મ પર શાસ્ત્રીય સંગીત માણે છે તેમાં કોઈ બેમત નથી. - સંદીપ જોશી, સપ્તક

વાંસળી પર રાગ ભીમ પલાસી રજૂ થયો
પ્રથમ સેશનમાં રાકેશ ચૌરસિયાનું વાંસળી વાદન રજૂ થયું. તેમણે કરુણ પ્રકૃતિનો રાગ ભીમ પલાસી રજૂ કર્યો. ત્યાર પછી રાગ માંજ ખમાજ અને પહાડી પ્રસ્તુત કર્યો. જોકે, સંગીતપ્રેમીઓને સૌથી વધારે વાંસળી અને તબલાની સવાલ જવાબ સંગતમાં જલસો પડ્યો.

અશ્વિની દેશપાંડેએ ‘પાર કરો મોરી નૈયા’ બંદીશ રજૂ કરી
બીજા સેશનમાં જયપુર અત્રોલી ઘરાનાના શાસ્ત્રીય ગાયિકા અશ્વિની દેશપાંડેનું ગાયન રજૂ થયું. તેમણે વિલંબિત તીનતાલમાં રાગ શુદ્ધ કલ્યાણમાં ‘પાર કરો મોરી નૈયા...' બંદીશ પ્રસ્તુત કરી અશ્વિનીજી ખયાલ, ભજન અને ઠુમરી ગાયનના ગાયિકા છે. તેમની સાથે અનિશ પ્રધાને તબલા પર અને સુધીર નાયકે હાર્મોનિયમ પર સંગત કરી.

અન્ય સમાચારો પણ છે...