15 વર્ષ પહેલાની સંખ્યાથી જ કામ ચાલે:રોડ વિભાગની ટોપ પાંચ પોસ્ટ પર 28ને બદલે માત્ર 8 ઈજનેર

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

મ્યુનિ.ના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના એન્જિનિયર અને કર્મચારીઓ પાસે રોડ પ્રોજેક્ટ, બ્રિજ પ્રોજેક્ટ અને બિલ્ડિંગ પ્રોજેક્ટની જવાબદારી છે. આ વિભાગમાં 15 વર્ષ પહેલા એન્જિનિયર્સથી કામ ચાલતું હતું તેટલાથી જ અત્યારે પણ કામ ચાલી રહ્યું છે. સિટી એન્જિનિયર, એડી. સિટી એન્જિનિયર, ડે. સિટી એન્જિનિયર, આસિ. સિટી એન્જિનિયર અને ટેક્નિકલ સુપરવાઈઝર આ વિભાગની ટોપ પાંચ પોસ્ટ છે. પાંચે પોસ્ટ ઉપર કુલ 28 એન્જિનિયર હોવા જોઈએ તેના બદલે માત્ર 8થી કામ ચાલે છે.

મ્યુનિ.ના સેન્ટ્રલ ઓફિસ દ્વારા મહત્વના ગણાતા રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગમાં 10 વર્ષથી ભરતીની જાહેરાત બહાર પડી નથી. 5 વર્ષ પહેલા 6 એન્જિનિયર્સને કોન્ટ્રાક્ટ ઉપર લેવાયા હતા તે પણ છોડીને જતા રહ્યાં છે. એડિશનલ સિટી એન્જિનિયરની પોસ્ટ પાંચ વર્ષથી ભરાઈ નથી. ડેપ્યુટી સિટી એન્જિનિયરની એક, આસિસ્ટન્ટ સિટી એન્જિનિયરની 8 અને ટેક્નિકલ સુપરવાઈઝરની 10 પોસ્ટ ખાલી છે.

અન્ય સમાચારો પણ છે...