તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાર્થીઓની ગેરહાજરી:પૂર્વમાં 70 ટકા, પશ્ચિમમાં 30 ટકા વિદ્યાર્થી જ સ્કૂલે આવે છે, કોરોનાના ડરે વાલીઓ ઓનલાઈન અભ્યાસ પસંદ કરે છે

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

સ્કૂલોને ઓફલાઇન વર્ગો શરૂ કરવા માટે મંજૂરી આપ્યા બાદ પશ્ચિમ અમદાવાદની સરખામણીએ, પૂર્વ અમદાવાદમાં સ્કૂલે આવીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે જોવા મળી રહી છે. પશ્ચિમની જાણીતી સ્કૂલોમાં 30 ટકા જેટલા વિદ્યાર્થીઓ જ સ્કૂલે આવીને અભ્યાસ કરી રહ્યાં છે, જ્યારે કે પૂર્વ અમદાવાદમાં સ્કૂલે આવીને અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા 70 ટકા છે.

સરકારે પ્રાથમિક વિભાગના ધો.6થી8ના વર્ગો ઓફલાઇન શરૂ કરવાની મંજૂરી આપી હતી. સ્કૂલોને 50 ટકા કેપેસેટી સાથે વર્ગો શરૂ કર્યા હતા. પરંતુ પશ્ચિમની સ્કૂલોમાં વિદ્યાર્થીઓને પાંખી હાજરી જોવા મળી રહી છે, જ્યારે કે પૂર્વની સ્કૂલોમાં 70 ટકા સુધીની હાજરી જોવા મળી રહી છે. વાલીઓના મતે, ઘણા વાલીને હજુ કોરોનાનો ડર છે. જેથી બાળકોને સ્કૂલે મોકલતા નથી અને ઓનલાઇન અભ્યાસ કરાવે છે.

વાલી ટ્યૂશનન એફોર્ડ કરી શકતા નથી
પૂર્વ અમદાવાદના ઘણા વાલીઓ ટ્યૂશન એફોર્ડ કરી શકતા નથી, જેના કારણે મોટાભાગના વાલીઓ બાળકોને સ્કૂલે મોકલી રહ્યાં છે. પૂર્વની તમામ સ્કૂલોમાં 50 ટકા કરતા વધુ હાજરી જ જોવા મળી રહી છે. - ભરત સવાણી, વેદાંત ઇન્ટરનેશનલ,નવા નિકોલ

​​​​​​​પરીક્ષા અને કોરોનાની ત્રીજી લહેરનો ડર
વાલીઓને ઓફલાઇન પરીક્ષાનો ડર પણ છે, તેથી ઓનલાઇન અભ્યાસ કરાવે છે. સાથે વાલીને હજુ કોરોનાની ત્રીજી લહેર અને બાળકોને થનારી અસરની ચિંતા છે. - તેજસ શ્રીધર, તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલ

અન્ય સમાચારો પણ છે...