એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સ:માત્ર 7 એન્જિનિયરિંગ કોલેજમાં 100% સીટો ભરાઇ, 5ને એકેય વિદ્યાર્થી ન મળ્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 50,211 બેઠકો પર 21,962 વિદ્યાર્થીનું સીટ એલોટમેન્ટ કરાયું નવા વર્ષે મોટી સંખ્યામાં એન્જિનિયરિંગ કોલેજો બંધ થઇ શકે છે

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસએ 130 ડિગ્રી ઈજનેરી કોલેજોની 20થી વધુ બ્રાન્ચની 50,211 બેઠકો પર 21,962 વિદ્યાર્થીઓનું સીટ એલોટમેન્ટ જાહેર કર્યું છે. જે પ્રમાણે માત્ર 7 એન્જિનિયરિંગ કોલેજોની જ 100 ટકા સીટો ભરાઇ છે, જ્યારે 5 કોલેજને એ પણ વિદ્યાર્થી મળ્યો નથી. જેના પરિણામે નવા શૈક્ષણિક વર્ષથી મોટી સંખ્યામાં એન્જિનિયરિંગ કોલેજો બંધ થઈ શકે તેવી તજજ્ઞોએ શક્યતા વ્યક્ત કરી છે. જાહેર કરેલા સીટ એલોટમેન્ટમાં 20 કોલેજોમાં 100 કરતા ઓછા વિદ્યાર્થીઓની ફાળવણી થઇ છે.

ફાળવણી થયેલા વિદ્યાર્થીઓમાં સૌથી વધુ કમ્પ્યુટરમાં 8266 બેઠકો પર 5442 ફાળવાયા છે, ત્યારબાદ મિકેનિકલની 7,205 બેઠકો પર 1,214 વિદ્યાર્થી, સિવિલમાં 6,250 બેઠકો પર 1,136 વિદ્યાર્થી, આઇ.ટીની 5,375 બેઠકો પર 3231 વિદ્યાર્થી, ઈલેકટ્રોનિકલમાં 4,530 બેઠકો પર 951 વિદ્યાર્થીનું એલોટમેન્ટ થયું છે, જ્યારે કે કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરીંગમાંની 4,530 બેઠકો પર 951 વિદ્યાર્થીઓનું એલોટમેન્ટ થયું છે. સૌથી ઓછુ ઈલેકટ્રોનિક્સ એન્ડ ઈન્સ્ટુમેન્ટેશનની 246 બેઠકો પર માત્ર 25 વિદ્યાર્થીઓ મળ્યા છે.આ સાથે 114 સ્વ નિર્ભર સંસ્થાઓમાં 14748 પ્રવેશ ફાળવાયો છે.

કમ્યુટર સાયન્સમાં માત્ર 31 વિદ્યાર્થી મળ્યાં

  • કમ્પ્યુટર સાયન્સમાં 1044 બેઠકો સામે 31ને એલોટમેન્ટ
  • મેકાટ્રોનિક્સની 246 બેઠકો સામે 25ને એલોટમેન્ટ
  • બાયોમેડિકલની 285 બેઠકોની સામે 48ને એલોટમેન્ટ
  • એરોનોટિકલની 324 બેઠકોની સામે 66ને એલોટમેન્ટ
  • એન્વાયરર્નમેન્ટની 316 બેઠકોની સામે 87ને એલોટમેન્ટ
  • કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, સાઈબર સિક્યોરિટી 557 બેઠકોની સામે 92ને એલોટમેન્ટ
અન્ય સમાચારો પણ છે...