તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Only 48 Per Cent Ahmedabadis Have Been Vaccinated, 66 Per Cent In The Eastern Zone And 61 Per Cent In The Northern Zone Are Yet To Be Vaccinated

અમદાવાદમાં વેક્સિનેશન:માત્ર 48 ટકા અમદાવાદીએ રસી લીધી, પૂર્વ ઝોનમાં 66 ટકા, ઉત્તર ઝોનમાં 61 ટકા લોકોએ હજુ રસી લેવાની બાકી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વેક્સિનેશન બુથની તસવીર - Divya Bhaskar
વેક્સિનેશન બુથની તસવીર
  • રસી લેનારામાં ઉત્તર પશ્ચિમ ઝોન 79.88 ટકા સાથે પ્રથમ ક્રમે, પશ્ચિમ ઝોન 60.42 ટકા સાથે બીજા ક્રમે છે
  • 7.93 લાખ યુવકો, 4.90 લાખ સિનિયર સિટીઝનને રસી
  • મ્યુનિ.ના આંકડા પરથી કહી શકાય કે ઉત્તર પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનમાં રસીકરણ સૌથી ઝડપી છે.

કોરોના વાઈરસ સામે રક્ષણ માટે રસીના બંને ડોઝ લેવા અત્યંત જરૂરી છે. પરંતુ શહેરના કેટલાક ઝોનમાં રસીકરણનું પ્રમાણ ઘણું નીચું છે. પૂર્વ ઝોનમાં માંડ 34.07 ટકા અને ઉત્તર ઝોનમાં 38.66 ટકા લોકોએ રસી લીધી છે. જો કે ઉત્તર પશ્ચિમ ઝોન 79.88 ટકા રસીકરણ સાથે મોખરે છે. એ પછી 60.42 ટકા સાથે પશ્ચિમ ઝોનનો નંબર આવે છે.

શહેરમાં અત્યાર સુધીમાં સરેરાશ 47.56 ટકા લોકોએ રસી મુકાવી છે. અત્યાર સુધી 4.90 લાખ સિનિયર સિટીઝન અને 7.93 લાખ યુવકોએ રસી મુકાવી છે. સૌથી વધુ 1.59 લાખ યુવકોએ પશ્ચિમ ઝોનમાં જ્યારે 1.42 લાખ યુવકોએ દક્ષિણ ઝોનમાં રસી મુકાવી છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં માત્ર 49,425 યુવકે વેક્સિન લીધી છે. 45થી 60ના વયજૂથમાં પશ્ચિમ ઝોનના 1.36 લાખ, ઉત્તર પશ્ચિમ ઝોનના 1 લાખ લોકોએ રસી લીધી છે. સૌથી વધુ 1.46 લાખ સિનિયર સિટીઝને પશ્ચિમ ઝોનમાં રસી લીધી છે. જ્યારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં 1 લાખે અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 90 હજાર વૃદ્ધોએ અત્યાર સુધી રસી મુકાવી છે.

18થી વધુ વયના 45.52 લાખમાંથી 21.65 લાખને રસી

ઝોન18થી વધુના કુલ લોકોવેક્સિન લીધીટકાવારી18થી 44 વર્ષ40થી 60 વયના લોકોસિનિયર સિટીઝન
મધ્ય45915822561549.13869445569936515
પૂર્વ77711826479334.07971468866352401
પશ્ચિમ83715050583960.42159828136865146597
ઉત્તર79288830657338.661381308284951529
દક્ષિણ77319132851342.481422478610368312
ઉ.પશ્ચિમ45200436106279.8812008410461590958
દ.પશ્ચિમ36184317297947.8494255109944222
કુલ4552334216537447.56793804605893490534

​​​​​​​સતત 16 દિવસના ઘટાડા પછી કોરોનાના કેસમાં માત્ર 1નો વધારો

કોરોનાના દૈનિક કેસમાં છેલ્લા 16 દિવસથી સતત ઘટાડો થયા પછી મંગળવારે નવા કેસમાં માત્ર 1નો વધારો થયો હતો. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 48 કેસ નોંધાયા હતા. સોમવારે આ આંક 47 હતો. જો કે, કોરોનાથી વધુ 2 દર્દીના મૃત્યુ થયા હતા. 135 દર્દી સાજા થતાં િવવિધ હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી હતી. હવે શહેરમાં માત્ર 1452 એક્ટિવ કેસ રહ્યા છે. દરમિયાન મંગળવારે 34,654 લોકોએ કોરોનાની રસી મુકાવી હતી. જેમાં 22092 પુરુષ અને 12,562 મહિલાનો સમાવેશ થાય છે. મંગળવારે 26 હજારથી વધુ યુવાનોએ રસી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...