યાર્ન બજાર અસર:ખરીદી ઓછી થતાં પ્રોસેસ હાઉસમાં માત્ર 40 ટકા કામ

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંગ ન નીકળતાં બજારો ઠંડા થયા

કાપડ બજારોમાં ઘરાકી ન હોવાથી ખરીદીનો માહોલ નહીં જામતા યાર્ન બજાર પર તેને અસર જોવા મળી છે. અમદાવાદના વેપારીઓને આશા હતી કે દિવાળી બાદ અન્ય રાજ્યોમાંથી કોટન કપડાઓમાં સારી ખરીદી નીકળશે. પરંતુ તેમની ધારણા કરતા ઓછો વેપાર થયો છે. જેની અસર યાર્નબજાર સુધી દેખાઇ રહી છે. વીવર્સ પાસે ગ્રેની માંગ નહીં હોવાથી તેઓ જરૂર પુરતો સ્ટોક લઇ રહ્યાં છે. જેના કારણે શહેરના 350 જેટલા પ્રોસેસ હાઉસોમાં કામ માત્ર 30થી 40 ટકા જેટલું રહ્યું છે.

દિવાળી બાદ વેપાર સારો રહેશે તેવી ધારણા વેપારીઓ સેવી રહ્યાં હતા. પરંતુ અત્યાર સુધી વેપારનો માહોલ જામ્યો નથી. પોંગલ પર પણ માત્ર 50થી 60 ટકા સુધી વેપાર રહેતા વેપારીઓને નિરાશા મળી છે. વેપારીઓ ગ્રે માલ ખરીદવાનું ટાળી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...