• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Only 39.55 Percent Of People In The Southern Zone Took A Second Dose, Behind The Eastern Zone In Taking The Corona Vaccine; Most People In The West Took Both Doses

અમદાવાદમાં વેક્સિનેશન:દક્ષિણ ઝોનમાં માત્ર 39.55 ટકા લોકોએ બીજો ડોઝ લીધો, કોરોના વેક્સિન લેવામાં પૂર્વ ઝોન પાછળ; સૌથી વધુ ઉ. પશ્ચિમના લોકોએ બંને ડોઝ લીધા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

પશ્ચિમના વિસ્તારોમાં વેક્સિનેશન ઝુંબેશને સારો પ્રતિસાદ મળ્યો છે ત્યારે પૂર્વના વિસ્તારના લોકોમાં ઉપેક્ષા સેવવામાં આવતી હોવાનું જોવા મળે છે. મ્યુનિ. તંત્રના પ્રયાસોને કારણે શહેરમાં વેક્સિનેશનનો પ્રથમ ડોઝ લેનારાઓની ટકાવારી 99 ટકા સુધી પહોંચી ગઈ છે જ્યારે બીજો ડોઝ લેનારાઓની ટકાવારી 50.99 ટકા છે.

શહેરમાં જ્યાં ઓવર ઓલ વેક્સિનનો બીજો ડોઝ લેનારની સંખ્યા 50 ટકા પર પહોંચી છે ત્યારે મધ્ય, પૂર્વ, ઉતર અને દક્ષિણ ઝોનમાં રસીનો બીજો ડોઝ લેનારાઓની સંખ્યા 50 ટકાથી પણ ઓછી છે. દક્ષિણ ઝોનમાં સૌથી ઓછા 39.55 ટકા લોકોએ બીજો ડોઝ લીધો છે.

કયા ઝોનમાં કેટલા ટકા વેક્સિનેશન થયું

ઝોનપ્રથમડોઝસેકન્ડ ડોઝ
મધ્ય111.3948.84
પૂર્વ85.2441.35
ઉ.પશ્ચિમ113.7769.16
ઉત્તર95.4746.77
દ.પશ્ચિમ98.5261.87
દક્ષિણ94.8339.55
પશ્ચિમ105.0959.49
કુલ99.3150.99

10 દિવસ બાદ ફરી કોરોનાનો એક કેસ​​​​​​​
છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાનો માત્ર એક કેસ નોંધાયો છે. આ પહેલા 5 ઓક્ટોબરે એક કેસ નોંધાયો હતો. શુક્રવારે એક દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...