ભાસ્કર એનાલિસિસ:ગુજરાતની માત્ર 33% માતા શિશુને જન્મના 1 કલાકમાં દૂધ પીવડાવે છે, 33 જિલ્લામાં અમદાવાદ 21મા, સુરત 9મા ક્રમે

અમદાવાદએક મહિનો પહેલાલેખક: શાયર રાવલ
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શરીર બચાવવા બાળકોની તંદુરસ્તી સાથે સમાધાન, રાજ્યના શહેરોમાં પણ કુપોષણ વધી રહ્યું છે
  • મા... તુ સર્વજ્ઞાની છે છતાં આ અજ્ઞાન કેમ?

માતાનું દૂધ બાળક માટે સૌથી શ્રેષ્ઠ આહાર માનવામાં આવે છે. બાળક જન્મે તેના ત્રણ દિવસ સુધીના ધાવણનું વિશેષ મહત્વ છે. આ દૂધ બાળકને ઝાડા-ઊલટી, ખાંસી, શરદી, કાનનો દુખાવો, પેટમાં ચૂંક, કબજિયાત વગેરે જેવા રોગ સામે લડવા રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. રાજ્યના હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર વિભાગે વર્ષ 2021માં કરેલા અભ્યાસના તાજેતરમાં સામે આવેલા તારણો ચોંકાવનારા છે.

આ તારણો મુજબ ગુજરાતમાં સરેરાશ માત્ર 33 ટકા માતા બાળક જન્મે તેના એક કલાકમાં સ્તનપાન કરાવે છે. રાજ્યના 33 જિલ્લામાં થયેલા આ અભ્યાસમાં દ્વારકા અને પોરબંદર જિલ્લામાં સૌથી વધુ 55 ટકા માતા પ્રથમ કલાકમાં સ્તનપાન કરાવતી હોવાનું તારણ સામે આવ્યું છે. પ્રથમ કલાકમાં બાળકને સ્તનપાન કરાવતી માતાના અભ્યાસમાં અમદાવાદનો 21મો ક્રમ જ્યારે સુરતનો 9મો ક્રમ આવ્યો છે.

અભ્યાસમાં એવું પણ ધ્યાને આવ્યું છે કે, રાજ્યમાં 64 ટકા માતા શિશને જન્મના 6 મહિના સુધી માત્ર સ્તનપાન કરાવે છે. નિષ્ણાતો કહે છે કે, બાળકોમાં કુપોષણ વધવા પાછળ બાળકને પૂરતી માત્રામાં માતાનું ધાવણ નહીં મળવું એ મુખ્ય કારણ છે.

અત્યાર સુધી આદિવાસી ક્ષેત્રોમાં જન્મતા બાળકોમાં કુપોષણનું પ્રમાણ વધારે જોવા મળતું હતું, પરંતુ હવે શહેરોમાં પણ કુપોષણનું પ્રમાણ વધ્યું છે. શહેરોમાં વર્કિંગ વૂમન બાળકને સ્તનપાન કરાવવામાં શરમ અનુભવે છે. શરીરનો ભાગ બેડોળ બની જશે એવી પણ મહિલાઓમાં ગેરમાન્યતા છે.

8 મહાનગરોમાં સ્તનપાન કરાવતી માતાનું સરેરાશ પ્રમાણ

શહેર/જિલ્લો

અમદાવાદ

33.9 % - 3.6 %

વડોદરા

44.6 % - 6.6 %

સુરત

44.1 % - 1.9 %

રાજકોટ

45.2 % - 13.6 %

જામનગર

44.6 % 74 % 15.3 %

જુનાગઢ

32.5 % - 16 %

ભાવનગર

33.9 % - 9.4 %

ગાંધીનગર

37.8 % - 6.6 %

​​​​​​

પ્રથમ કલાકે સ્તનપાન 6 મહિના સુધી માત્ર સ્તનપાન 6થી 23 મહિના સુધી દૂધ સાથે ખોરાક

મહત્તમ સ્તનપાન દ્વારકા 55% સાથે મોખરે

શહેર/જિલ્લોપ્રથમ કલાકે6 મહિના સુધી6થી 23 મહિના સુધી
સ્તનપાનમાત્ર સ્તનપાનદૂધ સાથે ખોરાક
દેવભૂમી દ્વારકા55.80%67.30%4 %
પોરબંદર55.10%72.70%13.30%
બનાસકાંઠા47.90%57.50%4.50%
મોરબી47.10%75.10%9.90%
તાપી46.8%-4 %

ઓછું સ્તનપાન 17% સાથે નવસારી સૌથી તળિયે

શહેર/જિલ્લોપ્રથમ કલાકે6 મહિના સુધી6થી 23 મહિના સુધી
સ્તનપાનમાત્ર સ્તનપાનદૂધ સાથે ખોરાક
નવસારી17.00%--
મહિસાગર21.50%64.4 %1.3 %
છોટાઉદેપુર24.40%58.70%1.2 %
ખેડા28.50%47.40%1.6 %
વલસાડ29.10%49.90%14.5 %

બાળક માટે પ્રથમ કલાકનું દૂધ અમૃત સમાન
પહેલા કલાકથી જ માતા બાળકને પોતાનું દૂધ આપી શકે છે. આ દૂધ બાળક માટે અમૃત સમાન છે. તેનો કલર આછો પીળો અને ગટ્ટ હોય છે. સિઝેરિયન અથવા નોર્મલ કોઈ પણ પરિસ્થિતમાં બાળકનો જન્મ થયો હોય તેને તરત જ સ્તનપાન અવશ્ય કરાવવું જોઈએ. > ડૉ. નિશ્ચલ ભટ્ટ, પિડિયાટ્રિશયન

બાળકને ગળથૂથી આપવાનો રિવાજ અવૈજ્ઞાનિક
બાળકને ગળથૂથી આપવાનો રિવાજ તદ્દન અવૈજ્ઞાનિક છે. બાળકનો જન્મ થાય એટલે બાળકને તરત જ માતાને સ્તનપાન માટે આપવું એ દરેક ગાયનેકોલોજિસ્ટનો ધર્મ છે. માતાનું દૂધ બાળકના આંતરડાંમા જાય છે અને તેને ઈમ્યુન કરે છે. > ડૉ. વિનિત મિશ્રા , અમદાવાદ સિવિલ હોસ્પિટલના IKDRCના ડાયરેક્ટર

બ્રેસ્ટ મિલ્ક 18થી 24 કલાક સુધી પ્રિઝર્વ કરી શકાય
વર્કિંગ વૂમન સમયના અભાવે બાળકને સમયસર સ્તનપાન કરાવી શકતી નથી. માતા બ્રેસ્ટ પંપની મદદથી દૂધ મેળવી તેને ફ્રીજમાં રાખી શકે છે. માતાની ગેરહાજરીમાં આ દૂધ 18થી 24 કલાક સુધી બાળકને ચમચી વાટે આપી શકાતું હોય છે. દૂધની માત્રા વધારવા માટે માતાએ જંકફૂડ ટાળવું જોઈએ અને ઘરમાં બનેલો પૌષ્ટિક આહાર જ લેવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...