પ્રવેશ પ્રક્રિયા:સર્ટીફિકેટ ટુ ડિપ્લોમા એન્જિનિયરીંગમાં 34 હજાર બેઠક સામે 3152 વિદ્યાર્થીઓએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • સર્ટિફિકેટ ટુ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં 9 કોર્ષ માંથી 2 કોર્સમાં એક પણ વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી

કોરોનાની બીજી લહેર ઘાતક બનતાં ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. માસ પ્રમોશન બાદ પરિણામ પણ જાહેર થઈ ગયાં હોવાથી હવે કોલેજો તથા વિવિધ કોર્સની કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે ધોરણ 10 બાદ ડિપ્લોમા સાથે સર્ટિફિકેટ કોર્ષ બાદ ડિપ્લોમા એન્જિનિયરિંગના બીજા વર્ષમાં સીધી પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમાં કુલ 34 હજાર 443 બેઠકોની સામે 3152 વિદ્યાર્થીઓએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી 2879 વિદ્યાર્થીઓને મેરીટના આધારે સ્થાન મળ્યું છે.2365 વિદ્યાર્થીને બેઠક પણ ફાળવી દેવામાં આવી છે.

અલગ અલગ 9 ગ્રુપમાં 34 હજાર 443 બેઠક છે
સર્ટિફિકેટ ટુ ડિપ્લોમાના એન્જીન્યરીંગ કોર્સમાં અલગ અલગ 9 ગ્રુપમાં 34 હજાર 444 બેઠક છે. સિવિલની 7 હજાર 971 બેઠક સામે 192, મિકેનિકલ ની 12 હજાર 863 બેઠક સામે 1,205, ઇલેક્ટ્રીકલની 7 હજાર 169 બેઠક સામે 1 હજાર 045,કોમ્પ્યુટરની 4 હજાર 593 બેઠક સામે 30,કેમિકલની 983 બેઠક સામે 463,બાયોમેડિકલની 314ની સામે 0,ટેક્ષ્ટાઈલ મેન્યુફ્કેચરિંગની 99 બેઠક સામે 1,ટેક્ષ્ટાઈલ પ્રોસેસિંગની 158 બેઠક સામે 0,આઇ.સીની 294 બેઠક સામે 216 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

કોલેજો વધી પણ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી
છેલ્લા ઘણા સમયથી એન્જિનિયરિંગની કોલેજો વધુ શરૂ થવાથી બેઠક પણ વધી છે. પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. સર્ટિફિકેટ ટુ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં 9 કોર્ષ માંથી 2 કોર્સમાં એક પણ વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી અને એક કોર્ષમાં એક જ વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેથી 3 કોર્સમાં એક પણ વિદ્યાર્થીનું નામ મેરીટ લીસ્ટમાં પણ નથી.

અન્ય સમાચારો પણ છે...