તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્ય સરકારની યોજના:25 હજાર લોકોએ જ પાણી કનેક્શન કાયદેસર કરાવ્યા, આજે છેલ્લો દિવસ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
31 ડિસેમ્બરે યોજના પૂર્ણ થઇ જશે. - Divya Bhaskar
31 ડિસેમ્બરે યોજના પૂર્ણ થઇ જશે.
 • શહેરી વિસ્તારોમાં રૂ.500 ભરી કનેક્શન કાયદેસર કરી અપાય છે
 • સૌથી વધુ 9,456 અરજી પૂર્વ ઝોનની જ્યારે મધ્ય ઝોનમાંથી 129 અરજી આવી

શહેરમાં પાણીના ગેરકાયદે કનેક્શન ધરાવતાં મકાનો કે પછી ગેરકાયદે મકાનોને પણ કાયદેસરના પાણીના કનેક્શન આપવાની રાજ્ય સરકારની યોજનાનો લાભ મેળવવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે. 31 ડિસેમ્બરે આ યોજના પૂર્ણ થઇ જશે. અત્યાર સુધીમાં માંડ 25050 નાગરિકોએ આ યોજનાનો લાભ લીધે. જેમાં 37 ટકા એટલે કે 9456 અરજી તો માત્ર પૂર્વ ઝોનમાંથી આવી છે.

રાજ્ય સરકારે થોડા સમય પહેલા શહેરી વિસ્તારોમાં ગેરકાયદે પાણી કનેક્શન લેનારાને રૂ.500માં આ કનેક્શન કાયદેસર કરી આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

મ્યુનિ.એ તમામ ઝોનમાં પ્રયત્ન કરવા છતાં માત્ર પૂર્વ ઝોનમાં જ સૌથી વધારે 9456 અરજી આવી હતી જ્યારે સૌથી ઓછી અરજી મધ્ય ઝોનમાં 129 અરજી આવી છે. 31 ડિસેમ્બર સુધીમાં આવેલી અરજીને આ યોજનાનો લાભ અપાશે. ત્યારે શહેરમાં હજુ પણ અનેક ગેરકાયદે જોડાણ ધરાવતા નાગરિકોએ આ યોજનાનો લાભ મેળવ્યો નથી.

ઝોનવાર મળેલી અરજી

ઉ.પશ્ચિમ4894
દ. પશ્ચિમ2310
પશ્ચિમ1629
મધ્ય129
ઉત્તર4179
પૂર્વ9456
દક્ષિણ2453
કુલ25050
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો