તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોર્ડની બેઠક વ્યવસ્થા:ડિસ્ટન્સ જાળવવા પરીક્ષા ખંડમાં માત્ર 20 વિદ્યાર્થીને બેસાડાશે, બોર્ડે પરીક્ષા માટેનો એક્શન પ્લાન જાહેર કર્યો

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

15 જુલાઇથી શરૂ થનારી ધો.10 અને 12ની રિપીટર પરીક્ષા માટેનો એક્શન પ્લાન જાહેર કરાયો છે. અમદાવાદ જિલ્લામાં ધો.10 અને 12ના 53 હજાર જ્યારે રાજ્યમાં 5.52 લાખ રિપીટર વિદ્યાર્થી છે. પરીક્ષા માટે દરેક જિલ્લાને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની કડક સૂચના અપાઇ છે. પહેલીવાર દરેક પરીક્ષાખંડમાં 20 વિદ્યાર્થીઓને બેસાડાશે. જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં ધો.10 અને 12ના કુલ 53 હજાર વિદ્યાર્થી છે. જેમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં 18,648 અને ધો.10માં 34,721 વિદ્યાર્થીની પરીક્ષા લેવાશે. પરીક્ષા સમયે સ્કૂલ બિલ્ડિંગ સેનિટાઈઝ પણ કરવામાં આવશે.

વિદ્યાર્થીઓની સંખ્યા

પ્રવાહવિદ્યાર્થી
ધો.12વિ. પ્રવાહ (જૂનો કોર્સ)9,101
ધો.12વિ. પ્રવાહ (નવો કોર્સ)23,602
ધો.12સામાન્ય પ્રવાહ1,41,301
ધો.10-3,78,451
અન્ય સમાચારો પણ છે...