તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ગણેશ ઉત્સવ:પંડાલોમાં આ વર્ષે માત્ર 2 ફૂટની મૂર્તિઓ મુકાશે અને તે પણ માટીની

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: સંકેત ઠાકર
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર.
  • કોરોનાની મહામારીને કારણે પહેલીવાર મહોત્સવ સાદગીથી ઊજવવાનો સાર્વજનિક ગણેશ એસોસિએશનનો નિર્ણય
  • દરેક આયોજકને સ્થળ પર જ મૂર્તિના વિસર્જન માટે કહેવાશે, પંડાલમાં પ્રસાદ વિતરણ પણ નહીં થાય તેમજ વિસર્જનનો વરઘોડો નહીં નીકળો

કોરોનાની મહામારીને પગલે આ વર્ષે ગણેશ ઉત્સવ સાદગીથી ઉજવવાનો સાર્વજનિક ગણેશ એસોસિએશને નિર્ણય લીધો છે. વધુમાં શહેરભરના પંડાલોમાં ગણેશજીની એકથી બે ફૂટની મૂર્તિ જ મૂકવામાં આવશે અને આ મૂર્તિ પણ માટીની જ હશે.દર વર્ષે શહેરમાં 5 હજારથી વધુ પંડાલ બનતા હોય છે અને મોટાભાગના પંડાલમાં 10થી 20 ફૂટ સુધીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. 

અમદાવાદ સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસિએશનના પ્રમુખ ગણેશભાઈ ક્ષત્રિયના જણાવ્યા અનુસાર એસોસિએશન તરફથી આ વર્ષે કોઈપણ પ્રકારના ઈનામનું વિતરણ કરવામાં આવશે નહીં. દર વર્ષે યોજાતી સ્પર્ધામાં 1500થી 2 હજાર પંડાલ ભાગ લેતા હોય છે. કોરોનાના પગલે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને ભક્તોની ભીડ ભેગી ન થાય તે માટે આ વર્ષે પ્રસાદ વિતરણ પણ કરવામાં આવશે નહીં. તેમજ ડીજે કે બેન્ડવાજા સાથે વિસર્જનનો વરઘોડો કાઢવામાં આવશે નહીં. દરેક પંડાલને સ્થળ પર જ ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે સમજાવવામાં આવશે. 

એસોસિએશને તમામ આયોજકને અપીલ કરી છે કે, કોરોના વાઈરસનો ચેપ ફેલાતો અટકાવવા માટે જાહેર સ્થળોએ ભીડ એકઠી ન થાય તેની કાળજી રાખવી અત્યંત જરૂરી છે. મહોત્સવ દર વર્ષની જેમ ઉજવવામાં આવે તો ભક્તો મોટી સંખ્યામાં એકત્ર થઈ શકે છે અને સંક્રમણનું જોખમ પણ વધી શકે છે.  અગાઉ ભીડ એકત્ર થતી રોકવા અને સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન થઈ શકે તે માટે જગન્નાથ મંદિર ટ્રસ્ટી મંડળે રથયાત્રા પણ સાદગીથી કાઢવાનો નિર્ણય કર્યો હતો.

માટીની મૂર્તિ બનાવવા ગુલબાઈ ટેકરાના કારીગરોને ખાસ ટ્રેનિંગ અપાશે
ગણેશ એસોસિએશન દ્વારા આ વર્ષે ગુલબાઈ ટેકરાના માટીના મૂર્તિકારોને વિશિષ્ટ પ્રકારની માટીની મૂર્તિ કેવી રીતે બનાવીને તેની ટ્રેનિંગ આપવામાં આવશે. દર વર્ષે ગુલબાઈ ટેકરાના કારીગરો 50 ટકા પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)ની મૂર્તિઓ બનાવતા હોય છે,પરંતુ આ વર્ષે 90 ટકા માટીની મૂર્તિઓ જ બનાવે તે અંગે વિશેષ ધ્યાન આપવામાં આવશે. 

માટીની 20 હજારથી વધુ મૂર્તિનું નિર્માણ થયું
ગણેશ મૂર્તિકાર વિજય નાયકના જણાવ્યા અનુસાર આ વર્ષે 20 હજારથી વધુ માટીની મૂર્તિનું નિર્માણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જો સરકાર આ વર્ષે અમને માટીનું મટીરીયલ પૂરું પાડે તો આ વર્ષે આશરે 98 ટકા જેટલી મૂર્તિઓ માટીની જ દેખાશે. માટીની મૂર્તિ હોવાથી તેને સ્થળ 15 મિનિટમાં જ વિસર્જન કરી શકાશે. સાથે સાથે ગણેશ એસોસિએશનના કહેવા મુજબ આ વર્ષે અમે એકથી બે ફૂટની માટીની મૂર્તિ વધારે બનાવીશું. 

લાંભાનું બળિયાદેવ મંદિર આજથી બંધ
લાંભામાં આવેલું બળિયાદેવનું મંદિર મંગળવારથી બંધ રાખવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટે લીધો છે. દર મંગળવાર-રવિવારે 1500 જેથી વધુ દર્શનાર્થી આવતા હોય છે. કોરોનાના વધતા કેસને લીધે આ નિર્ણય કરવામાં આવ્યો છે. મંદિર હવે પછી ક્યારે ખોલવું તેનો નિર્ણય મંદિર ટ્રસ્ટ પછીથી કરશે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો