તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અમદાવાદમાં કોરોનાનો કહેર:24 દિવસ પછી કોરોનાથી માત્ર 2નાં મોત, નવા 168 કેસ નોંધાયા; ફેરિયા-નાના વેપારી માટે દર 15 દિવસે કોરોના ટેસ્ટ ફરજિયાત

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર
  • રોડ પર ડોમ બનાવી વ્યવસાય કરનારા માટે માર્ગદર્શિકા

શહેરમાં ક્રમશ: ઘટી રહેલા કોરોના વાઈરસના ચેપને કાબૂમાં લેવા મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર રોડ કે જાહેર વિસ્તારમાં ડોમ બનાવીને કાપડ સહિતની વસ્તુનું વેચાણ કરનારા માટે દર 15 દિવસે કોરોનાનો ટેસ્ટ કરાવવો ફરજિયાત બનાવ્યો છે. મ્યુનિ.અે નાના વેપારી અને ફેરિયાઓ માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 168 કેસ નોંધાયા હતા. જ્યારે 24 દિવસ પછી મૃત્યુઆંક ઘટીને 2 થયો હતો. સપ્ટેમ્બરની મધ્યથી મૃત્યુનો આંક 3 કે 4ની વચ્ચે જ રહ્યો હતો. આ સાથે અમદાવાદમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 38,042 થઈ છે. જ્યારે મૃત્યુઆંક 1855 પર પહોંચ્યો છે. શુક્રવારે વિવિધ હોસ્પિટલમાંથી કોરોનાના 163 દર્દીને રજા આપવામાં આવી હતી. હજુ પણ શહેરમાં 2983 એક્ટિવ કેસ છે.

આ 7 વિસ્તાર માઇક્રો કન્ટેઈનમેન્ટમાં શહેરમાં 7 વિસ્તારો માઇક્રો કન્ટેઇન્ટમેન્ટમાં મુકવામાં આવ્યા છે, જ્યારે 4 વિસ્તારને માઇક્રો કન્ટેઇન્ટમેન્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે. હવે શહેરમાં 103 જેટલા વિસ્તારો માઇક્રો કન્ટેઇન્ટમેન્ટમાં છે.

  • પાર્થેય એપાર્ટમેન્ટ, ખોખરા
  • 1થી 16, ઇશ્વરકૃપા સોસાયટી, હાટકેશ્વર
  • બી-82 થી 89 અને 98થી 108, મંગલતીર્થ સોસાયટી, ભાઇપુરા
  • ગ્રાઉન્ડફ્લોર, સિધ્ધિ સોપાન ફ્લેટ, બોપલ
  • 4થો માળ જે બ્લોક, 8મો માળ કે બ્લોક, 3જો માળ એન બ્લોક, 10મો 11મો માળ ઓ બ્લોક, આઇસીબી ફ્લોરા, ગોતા
  • 2જો માળ જે, 2થી6 માળ જી-બ્લોક,આકાશ પરિસર,ચાણક્યપુરી
  • 2જો માળ એ બ્લોક, બી બ્લોક, સ્થાપત્ય એપાર્ટમેન્ટ, થલતેજ

ધંધુકામાં 5 સહિત જિલ્લામાં 15 કેસ
અમદાવાદ જિલ્લામાં શનિવારે કોરોનાના 15 કેસ નોંધાયા હતા. સૌથી વધુ ધંધૂકામાં 5, સાણંદમાં 4, બાવળા-દેત્રોજમાં 2-2, જ્યારે ધોળકા અને ધોલેરામાં પણ 1-1- કેસ નોંધાયો હતો. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક 2755એ પહોંચ્યો છે. જ્યારે 58 દર્દીના મૃત્યુ થયા છે. તાલુકા પ્રમાણે જોઈએ તો સાણંદમાં સૌથી વધુ 623 કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે ધોળકામાં 583 કેસ નોંધાયા છે. સૌથી ઓછા ધોલેરામાં 30 કેસ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો