તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:માત્ર 15 ટકા સ્કૂલે ફી માટે FRCને દરખાસ્ત મોકલી, એફિડેવિટ માટે આજે છેલ્લો દિવસ છે

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • સમય ઓછો હોવાનો સ્કૂલ સંચાલકોનો દાવો

એફઆરસીમાં માત્ર 15 ટકા સ્કૂલોએ જ અત્યાર સુધી નવા શૈક્ષણિક વર્ષ માટેની ફી નક્કી કરવા માટેની દરખાસ્ત અને એફિડેવિટ રજૂ કરી છે. જ્યારે સ્કૂલોને એફિડેવિટ માટે 31 માર્ચ જાહેર કરાઇ હતી.

ડીઇઓએ તમામ સ્કૂલોને શૈક્ષણિક વર્ષ 2021-22ના વર્ષની ફી નક્કી કરવા માટે 31 માર્ચ પહેલા દરખાસ્ત કરવાનો પરિપત્ર કર્યો હતો. પરંતુ સંચાલકોની રજૂઆત હતી કે દરખાસ્ત કરવા માટે સ્કૂલોને ઓછો સમય આપવામાં આવ્યો છે.

સ્કૂલ સંચાલકોને વધુ 15 દિવસનો સમય આપવાની શિક્ષણ વિભાગ સમક્ષ માગ કરી હતી. છેલ્લી તારીખ સુધીમાં માત્ર 15 ટકા સ્કૂલ સંચાલકોએ જ પોતાની ફાઇલ રજૂ કરી છે.

ગયા વર્ષની ફાઇલ ધ્યાને લેવાની માગ
ઘણા સંચાલકોએ 2020માં રજૂ કરેલી ફાઇલને જ ધ્યાને લેવા માગ કરી છે. સંચાલકોના મતે, નવી ફાઇલો રજૂ કરવા કરતા જૂની ફાઇલોને જ ધ્યાને લેવામાં આવે. કારણ કે ગયા વર્ષે કોરોના મહામારીને કારણે એફઆરસીએ કોઇ પ્રક્રિયા કરી ન હતી. પરંતુ દરખાસ્ત કરનારી સ્કૂલો અલગથી જ ફાઇલ રજૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો