• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Only 15% Of Parents Agree To Send Their Children To School; A Number Of Schools Have Not Only Started Online Studies But Also Started Offline Classes

ધોરણ 1થી 5માં 14% જ હાજરી:માત્ર 15% વાલી બાળકોને સ્કૂલે મોકલવા સંમત; સંખ્યાબંધ સ્કૂલોએ ઓનલાઈન અભ્યાસ ચાલુ રાખી ઓફલાઈન ક્લાસ શરૂ કર્યા જ નહીં

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 20 મહિના પછી સ્કૂલે આવેલાં બાળકોનું ફૂલ-તિલક તેમજ તાળીઓથી સ્વાગત કરાયું

ધો.1થી 5 શરૂ થવાના પહેલા જ દિવસે અમદાવાદ શહેરમાં 14 ટકા વિદ્યાર્થીઓ સ્કૂલમાં હાજર રહ્યા હતા. જ્યારે સમગ્ર રાજ્યમાં ધો.1થી 5માં 15 ટકા વિદ્યાર્થીઓ પહેલા દિવસે સ્કૂલમાં હાજર રહ્યા હતા. રાજ્ય સરકારના સ્કૂલો ઓફલાઇન શરૂ કરવાના નિર્ણય બાદ પહેલા દિવસે સ્કૂલોમાં પાંખી હાજરી જોવા મળી હતી.

પહેલા દિવસે અમદાવાદ શહેરની ઘણી સ્કૂલોએ ઓનલાઇન વર્ગો જ રાખ્યા હતા, તો ઘણી સ્કૂલોએ વિદ્યાર્થીઓને આવકારવા માટે ફૂલ પાંદડી, તિલકથી સ્વાગત કર્યું હતું. શિક્ષકોના જણાવ્યા પ્રમાણે, પહેલા દિવસે વિદ્યાર્થીઓમાં સ્કૂલે આવવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો. પોતાના મિત્રો સાથે હસતા અને મસ્તી કરતો માહોલ જોવા મળ્યો હતો. મોટાભાગની સ્કૂલોમાં પહેલા દિવસે કોઇ જ અભ્યાસ કરાવાયો ન હતો. પરંતુ વિદ્યાર્થીઓને દિવાળીના વેકેશનમાં શું કર્યું અને ઓનલાઇન ક્લાસના અનુભવો પૂછવામાં આવ્યા હતા. સ્કૂલો નિયમિત શરૂ થવામાં હજુ થોડો સમય લાગશે.

ધો.6થી 8માં પણ ઓછી હાજરી
દિવાળી વેકેશન બાદ પહેલા જ દિવસે ધો.6થી 8માં પણ વિદ્યાર્થીઓની ઓછી હાજરી હતી. સંચાલકોના મતે, આખું અઠવાડિયું વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી રહે છે. આવનારા સમયમાં સંખ્યામાં વધારો થશે.

મ્યુનિ. સ્કૂલમાં 3 દિવસ સાંસ્કૃતિક પ્રવૃત્તિ થશે
મ્યુનિ. સ્કૂલોમાં ધો.1થી5ના વિદ્યાર્થીઓ સ્કૂલે આવતા થાય અને સ્કૂલના વાતાવરણ સાથે પોતાને સેટ કરે તે માટે અમદાવાદ નગર પ્રાથમિક સ્કૂલોમાં ધો.1થી 5ના બાળકોને ત્રણ દિવસ અભ્યાસ કરાવાશે નહીં, સ્કૂલે આવતા બાળકો માટે શિક્ષકો અભિનય ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે. તમામ વિદ્યાર્થીઓ સ્કૂલના વાતાવરણ સાથે સેટ થશે ત્યારબાદ જ સ્કૂલોમાં અભ્યાસ શરૂ કરાશે. ત્યાં સુધી ઈત્તર પ્રવૃત્તિ પર ભાર મુકાશે.

અન્ય સમાચારો પણ છે...