ATMનું એનાલિસિસ:રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના હિસ્સામાં માત્ર 15% જ ATM, શહેરોમાં 3000 લોકો જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 21000 વચ્ચે એક ATM

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 51% ATM અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જિલ્લાઓમાં, 41 ટકા મેટ્રો વિસ્તારોમાં
  • 9 જિલ્લાઓમાં 100થી ઓછા ATM, ડાંગ જિલ્લામાં 15તો અમદાવાદ જિલ્લામાં 2395 ATM

રાજ્યમાં તમામ બેન્કોની મળીને કુલ શાખાઓ 9976 છે અને 11809 એટીએમ છે. જેમાંથી 4726 એટીએમ મેટ્રો વિસ્તારોમાં છે. એટલે કે 41 ટકા એટીએમ રાજ્યના મેટ્રો વિસ્તારોમાં છે. 2424 એટીએમ શહેરી વિસ્તારોમાં જ્યારે 2804 સેમી-અર્બન વિસ્તારોમાં છે.

ગ્રામ્ય વિસ્તારોમાં એટીએમની સંખ્યા 1855 છે. એટલે કે માત્ર 15 ટકા એટીએમ જ ગ્રામ્ય વિસ્તારોમાં છે. રાજ્યની અદાજિત 6.97 કરોડમાંથી 57 ટકા વસતી ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે. જ્યારે 43 ટકા શહેરી વિસ્તારોમાં રહે છે. એ પ્રમાણે, શહેરી વિસ્તારોમાં 3000 લોકો વચ્ચે એક એટીએમની સુવિધા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 21000 લોકો વચ્ચે એક એટીએમ છે. 51 ટકા એટીએમ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જિલ્લાઓમાં જ છે. 9 જિલ્લાઓમાં એટીએમની સંખ્યા 100થી પણ ઓછી છે.

રાજ્યમાં સૌથી વધારે 2395 એટીએમ અમદાવાદ જિલ્લામાં છે જ્યારે સૌથી ઓછા 15 એટીએમ ડાંગ જિલ્લામાં છે. સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીના રિપોર્ટમાં આ વિગતો બહાર આવી હતી. જૂન 2020માં રાજ્યમાં કુલ એટીએમની સંખ્યા 11439 હતી જે જૂન 2021માં 11809 થઇ છે. છેલ્લા એક વર્ષમાં નવા 370 એટીએમનો વધારો થયો છે. 2015માં કુલ એટીએમની સંખ્યા 11826 હતી. જૂૂન 2020ની સ્થિતિએ રાજ્યની બેન્કોમાં કુલ 8.84 લાખ કરોડ ડિપોઝિટ જમા પડેલી છે. જૂન 2020માં આ આંકડો 7.86 લાખ કરોડ હતો. એટલે કે ડિપોઝિટમાં એક વર્ષમાં 98 હજાર કરોડનો વધારો થયો હતો.

બેન્કોની શાખાઓ ગામોમાં વધારે પણ એટીએમ ઓછા

કેટેગરીકુલ બ્રાન્ચએટીએમ
મેટ્રો24804726
અર્બન15582424
સેમી અર્બન23232804
ગ્રામ્ય36151855
કુલ997611809

આ 4 જિલ્લાઓમાં વધારે ATM,મેટ્રો શહેરોને ફાયદો

જિલ્લોકુલ એટીએમમેટ્રોમાં
અમદાવાદ23952077
સુરત16001214
રાજકોટ708467
વડોદરા1191932
કુલ58944690

આ જિલ્લામાં 100થી પણ ઓછા એટીએમ

જિલ્લોATM
ડાંગ15
બોટાદ41
દ્વારકા55
નર્મદા57
છોટાઉદેપુર73
મહિસાગર75
પોરબંદર78
દાહોદ86
અરવલ્લી92
કુલ572

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...