ખાળે ડૂચાને દરવાજા મોકળા!:300થી વધારે સ્કૂલોને નોટિસ આપનાર AMCની જ 132 સ્કૂલમાં ફાયર સેફ્ટી નથી!

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

હાઇકોર્ટ છેલ્લા અનેક વર્ષોથી શહેરમાં ફાયર સેફ્ટીના સાધનો લગાવવા માટે આદેશો આપી રહી છે. તેનો અમલ કરાવવાની સત્તા જેની પાસે છે, તે અમદાવાદ મ્યુનિ. સંચાલિત 132 શાળાઓમાં જ ફાયર સેફ્ટીના સાધનો લગાવેલા નથી. ત્યારે આ તમામ 132 સ્કૂલોમાં ફાયર સેફ્ટીના સાધનો ખરીદીને લગાવવા માટે મ્યુનિ. શિક્ષણ સમિતિ દ્વારા ટેન્ડર મંગાવ્યા છે. મ્યુનિ. સંચાલિત 444 શાળાઓ પૈકી 132માં સાધનો લગાવવાના બાકી છે એટલે કે 30 ટકા જેટલી શાળાઓમાં તો ફાયરના સાધનો લગાવવા પડે તેવી સ્થિતિ છે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શહેરમાં મ્યુનિ.એ અત્યાર સુધીમાં 300થી વધારે સ્કૂલોને ક્લોઝર નોટિસો આપી છે. મંગળવારે 9 સ્કૂલોને મ્યુનિ.એ સીલ કરી દીધી છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે મ્યુનિ. સંચાલિત સ્કૂલોમાં ફાયરના સાધનો લગાવેલા નહીં હોવાનું સામે આવ્યું છે. મ્યુનિ. દ્વારા મગાવેલા ટેન્ડરમાં 6 ઓક્ટોબરથી 25મી ઓક્ટોબર સુધી ટેન્ડર ભરવા માટે સમય આપવામાં આવ્યો છે.

હજુ 2,456 બિલ્ડિંગ પાસે NOC નથી : મ્યુનિ.
ફાયર સેફ્ટી મામલે મ્યુનિ.એ હાઇકોર્ટમાં રજૂ કરેલા જવાબમાં જણાવ્યું હતું કે, 5 ઓક્ટોબર સુધી 2,456 ઈમારતો પાસે ફાયર એનઓસી નથી જેમાં રહેણાંક બિલ્ડિંગ 1,449, રહેણાંક સાથેના કોમર્શિયલ બિલ્ડિંગ 508, કોમર્શિયલ 63, સ્કૂલ 417, 10 મોલ, ઓડિયટોરિયમ, મલ્ટિપ્લેક્સ, સિનેમા-થિયેટરનો સમાવેશ થાય છે. મ્યુનિ.એ 2500થી વધુ એકમો સીલ કર્યા છે. નોંધનયી છે કે, કુલ 10,222 બિલ્ડિંગ આવેલી છે.

9 મીટરથી ઊંચી સ્કૂલોમાં સાધનો જરૂરી
મ્યુનિ. સંચાલિત 444 સ્કૂલોમાં રેગ્યુલર જરૂરી હોય તેવા કાર્બન ડાયોક્સાઇડ બેઝ અને ગેસ સ્વરૂપના ઉપકરણો લગાવેલા છે. પરંતુ 131 સ્કૂલ 9 મીટરથી વધારે ઊંચાઇ ધરાવે છે, ત્યારે ત્યાં ફાયર સેફ્ટીના સાધનો લગાવવા જરૂરી છે. - લગધીર દેસાઇ, શાસનાધિકારી,મ્યુનિ. સ્કૂલ બોર્ડ

અન્ય સમાચારો પણ છે...