તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થી નાના હોવાથી વાલીઓમાં ખચકાટ:ધો.6થી 8ના માત્ર 1 ટકા વાલી સ્કૂલો શરૂ કરવાના સંમતિપત્રો લેવા આવ્યા

અમદાવાદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક

18 ફેબ્રુઆરીથી ધો.6થી 8ના વર્ગો શરુ કરવાના શિક્ષણ વિભાગના નિર્ણય સામે વાલીઓનો નબળો પ્રતિસાદ છે. સંચાલકોના મતે પહેલા દિવસે કુલ સંખ્યાના એક ટકા કરતા ઓછા વાલીઓ સંમતિ પત્રક લેવા અને પૂછપરછ માટે સ્કૂલે આવ્યા હતા. સંચાલકોના મતે સેકેન્ડરી અને હાઇસેકેન્ડરી સ્કૂલોની સરખામણીએ પ્રાથમિક સ્કૂલોમાં વાલીઓનો સાવ નબળો પ્રતિસાદ મળી રહ્યો છે.

સરકારની ગાઇડલાઇન પ્રમાણે સ્કૂલે આવવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી સ્કૂલોએ વાલીની મંજુરી લેવી ફરજિયાત છે. તેથી સ્કૂલો વાલીઓને સંમતિ પત્રકની પ્રિન્ટ આપી રહી છે. જેમાં વાલી પોતાની સહી કરીને સંમતિ આપી હોવાનો પત્ર સ્કૂલમાં ફરી જમા કરાવે છે. પરંતુ ધો.6થી 8ના વાલીઓ પહેલા ઓછી સંખ્યામાં સ્કૂલોમાં પહોચ્યા હતા. સંચાલકોના મતે, કુલ વિદ્યાર્થીની સંખ્યા સામે માત્ર એક ટકા કરતા ઓછા વિદ્યાર્થીઓના વાલી સ્કૂલે પૂછપરછ કરવા પહોંચ્યા હતા. સંચાલકોને પહેલાથી જ અંદાજ છે કે માત્ર રિવિઝન-અઘરા મુદ્દા સોલ્વ કરવા જ સ્કૂલે આવશે. ધોરણોમાં દરરોજ ક્લાસ ચાલશે નહીં. આ સ્થિતિમાં ઓફ લાઇન ક્લાસ શરુ કરીશું કે નહીં તે જ પ્રશ્ન રહેશે.

કોરોનાના નિયમ પાલનની માગણી
આ પહેલા વાલીઓએ માંગ કરી હતી કે કોરોના ગાઇડલાઇનનો ભંગ કરનારી સ્કૂલો પર પણ કાર્યવાહી થવી જોઇએ. વાલી પાસેથી સંમતિ પત્રક મંગાવવાની સાથે સ્કૂલો પાસેથી પણ તમામ નિયમોનું પાલન કરશે તેની બાંહેધરી લેવી જોઇએ. જેથી સ્કૂલો કોરોના ગાઇડલાઇનનો યોગ્ય અમલ કરે.

કેટલીક સ્કૂલોમાં તરત જ પરીક્ષા
ઘણી સ્કૂલોએ ધો.6થી 8ના વર્ગો શરુ થવાની સાથે પરીક્ષાનું આયોજન કર્યું છે. પરંતુ વાલીઓના મતે પરીક્ષા દ્વારા સ્કૂલો બાકીની ફી વસુલવાનો પ્લાન કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો