તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:ઓનલાઇન અભ્યાસને લીધે ઘરે ભણવું અઘરું પડ્યું, માંડ ફોકસ કરીને પરીક્ષાની તૈયારીઓ કરી

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભારતની ટોપ 5 IITમાં એડમિશન લેવા શહેરના વિદ્યાર્થીઓએ 11 કલાક અભ્યાસ કર્યો
 • મોટાભાગના વિદ્યાર્થીઓએ મેઇન્સની તૈયારી સાથે બોર્ડની પરીક્ષાની પણ તૈયારીઓ કરી, કહ્યું પ્લાનિંગ જરૂરી હોય છે

JEE મેઈન્સ એક્ઝામનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદનાં 12 સાયન્સમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ 99 પર્સન્ટાઈલ મેળવ્યા બાદ હવે 12 સાયન્સ બોર્ડની પરીક્ષા માટે તૈયારીઓ શરૂ કરી છે. ત્યાર બાદ તેઓ JEE એડવાન્સમાં સારા પર્સન્ટાઇલ મેળવીને ઈન્ડિયાની ટોપ 5 આઈઆઈટી કોલેજમાં એડમિશન લેવાનો ધ્યેય રાખી રહ્યાં છે. 12 સાયન્સ બોર્ડની પરીક્ષા સાથે JEE મેઈન્સની પરીક્ષાની તૈયારી કરવા માટે અમદાવાદનાં વિદ્યાર્થીઓ દિવસમાં 11 કલાકનો અભ્યાસ કરતા હતા.

બોર્ડ અને મેઇન્સનો સિલેબસ સરખો હોવાથી તૈયારી સરળ રહી

12 સાયન્સ અને JEE મેઇન્સનો સિલેબસ સરખો હોય છે જેથી તૈયારીમાં વધુ મુશ્કેલી નહોતી. પણ JEEની તૈયારી કરવા સમય વધુ ફાળવવો પડ્યો. કમ્પ્યુટર અને અંગ્રેજીની તૈયારી અલગથી કરી. હવે એડવાન્સ JEEની તૈયારીઓ પર ફોકસ કરી રહ્યો છું.

ઓનલાઇન એજ્યુકેશનને લીધે ક્લાસમાં જવાનો સમય બચી ગયો​​

મેઇન્સની તૈયારી માટે ફિઝિક્સ અને મેથ્સ પર વધુ ફોકસ કરવાથી કોન્ફિડન્સ વધ્યો. JEEની તૈયારી માટે ફિક્સ 10 કલાકનો અભ્યાસ કર્યો. કોરોનાકાળમાં ઓનલાઇન એજ્યુકેશનથી વધુ ફાયદો એ થયો હતો કે ક્લાસમાં જવાનો સમય બચી ગયો હતો.

ઘરમાં સ્ટડી કરતાં અડચણો આવી, ફોકસ વધારી દેવું પડ્યું​​​​​​

11મા ધોરણથી જ મેઈન્સની તૈયારીઓ શરૂ કરી હતી. 12માનો સિલેબસ પતાવીને મોક ટેસ્ટ અને સેમ્પલ ટેસ્ટ આપીને એક્ઝામની તૈયારીઓ કરી હતી. લોકડાઉનને લીધે ઘરેથી અભ્યાસમાં શરૂઆતમાં અડચણો આવી પણ બહાર આવીને પણ એક્ઝામ પર ફોકસ કર્યું હતું.

NCERTનો સિલેબસ ફોલો કરતાં એક્ઝામમાં સરળતા રહી​​​​​​​

દિવસ દરમિયાન ફક્ત જમવા માટે જ ઉભો થતો હતો. બોર્ડની એક્ઝામ સાથે JEEની તૈયારી માટે NCERTનો સિલેબસ ફોલો કરવો જ પડે છે. જેનાં માટે મેં શેડ્યુલ સેટ કર્યું હતું. જ્યારે એક ગોલ સેટ હોય ત્યારે તેમાંથી ચોક્કસ સક્સેસ મળે જ છે તે અનુભવ્યું.

3 કલાક બોર્ડની એક્ઝામ અને બીજો સમય JEE માટે ફાળવતો

11 કલાકનું વાંચન, ટીચર્સ પાસેથી JEE એડવાન્સ માટે ગાઇડન્સ મેળવી તૈયારી કરતો. ટાઇમ ટેબલ ફોલો કરો તો તૈયારીમાં મુશ્કેલી નથી પડતી. બોર્ડની એક્ઝામ માટે તૈયારી કરવાની હતી માટે 3 કલાક બોર્ડના સિલેબસ બાદ બીજો સમય JEE મેઇન્સની તૈયારી કરી હતી.

લોકડાઉનમાં ઘરે અભ્યાસ કરવો અઘરો પડ્યો, માંડ ફોકસ કર્યું​​​​​​​

કોરોનાને લીધે 11 કલાકનો અભ્યાસ ઘટીને 8 કલાકે પહોંચી ગયો. ધીમે-ધીમે ફોકસ કરીને JEEની એક્ઝામ માટે પ્રિપરેશન કર્યું. લોકડાઉનમાં ઘરે સ્ટડી અઘરુ પડતું હતું. ટીચર્સની સલાહ લઈ પરીક્ષાની તૈયારીઓ કરી. પહેલાથી તૈયારીઓ શરૂ કરતાં તકલીફ ના પડી.

કોન્ફિડન્સ વધારવા સતત મોક ટેસ્ટ આપતો રહેતો હતો

મેઈન્સની એક્ઝામનાં 2 મહિના પહેલા તૈયારી કરી હતી. કોન્ફિડન્સ વધારવા મોક ટેસ્ટ આપતો રહેતો હતો. 99.95 પર્સન્ટાઇલ આવ્યા છતાં હજુ બીજા સબ્જેક્ટ્સમાં વધારે સારા માર્ક્સ મેળવી શકાય તે માટે બીજી વખત પણ મેઇન્સનો અટેમ્પ્ટ કરીશ.

એડવાન્સની પ્રિપરેશન કરતો હતો માટે મેઇન્સમાં સરળતા રહી​​​

JEE મેઇન્સની તૈયારી 2 વર્ષ પહેલાં શરૂ કરી હતી. સબ્જેક્ટ પ્રમાણે સ્ટડી કરતો હતો. રેગ્યુલર પ્રેક્ટિસ સાથે એનાલિસીસ કરીને JEE એડવાન્સની તૈયારી કરતો હતો. એડવાન્સ ક્લિયર કર્યા બાદ એન્જિનિયરિંગના સારી ફિલ્ડમાં એન્ટર થવાનો ગોલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો