પ્રવેશ પ્રકિયા:FY BAમાં શુક્રવાર સુધી ઓનલાઇન નોંધણી થશે, 30મી સુધી કોલેજમાં અરજી કરી શકાશે

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધોરણ 12 સીબીએસઈ બોર્ડ, આઈસીએસઈ, અધર બોર્ડ, ગુજરાત બોર્ડના પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને માટે ફાઇનલ ઓનલાઈન પ્રવેશ માટેના રાઉન્ડની જાહેરાત કરાઈ છે, જે મુજબ પ્રથમ વર્ષ આર્ટ્સમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ 29 જુલાઈ સુધીમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન અને ચોઈસ ફીલિંગ કરાવી શકશે.

પ્રથમ વર્ષ આર્ટ્સ એડમિશન કમિટીના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી ડો. જયેશ સોલંકીએ જણાવ્યું કે, ‘વિદ્યાર્થીઓ 29 જુલાઈ સુધીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ચોઈસ ફીલિંગ કરાવી શકશે. જ્યારે 27મીથી 30 જુલાઈ દરમિયાન વિદ્યાર્થીઓએ કોલેજ પર અરજી આપવાની રહેશે. જ્યારે એડમિશન ફાળવવાની, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, કોલેજની ફી લેવા તેમ જ એચસી મોડ્યુલ દ્વારા એડમિશન કન્ફર્મ કરાવવાની કાર્યવાહી 1થી 5 ઓગસ્ટ દરમિયાન રાખવામાં આવી છે.

ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં આવેલી આશરે 44 જેટલી કોલેજોમાં 15690 બેઠકો ઉપલબ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...