ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ વર્ષ બીએસસીના શૈક્ષણિક વર્ષ 2022-2023 માટેના વિસ્તૃત પ્રવેશ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર 15મી જૂનથી ક્વિક રજિસ્ટ્રેશનના બદલે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાશે. જ્યારે 5 જુલાઈએ લોગ ઈનમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની જાહેરાત કરવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પ્રથમ વર્ષ બીએસસીની 41 કોલેજોની 14,500 બેઠકો છે. 18 જુલાઈ સુધી ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી ચાલશે. 6 જૂનથી 12 જૂન સુધીમાં ક્વિક રજિસ્ટ્રેશન કાર્યવાહી હેઠળ આશરે 4900થી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
12 જુલાઈએ ફાઈનલ મેરિટ
5 જુલાઈએ જાહેર થનારા પ્રોવિઝનલ મેરિટમાં ભૂલ જણાયતો વિદ્યાર્થીઓએ guacbsc2022@gmail.com ઈમેલ પર આધાર સાથે સંપર્ક કરવાનો રહેશે. 12 જુલાઈએ ફાઈનલ મેરિટ, મોક રાઉન્ડ કોલેજ એલોટમેન્ટ, 16થી 26 જુલાઈએ ટોકન ભરવાની કાર્યવાહી રાખવામાં આવશે. 16થી 28 જુલાઈ સુધી વિદ્યાર્થીઓએ જરૂરી દસ્તાવેજો સાથે રિપોર્ટિંગ કરવાનું રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.