• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Online Option Will Remain Open For Students Even After Diwali Vacation, Action Will Be Taken Against Those Who Continue Compulsory Offline Schooling

શિક્ષણના બંને ઓપ્શન ચાલુ છે:દિવાળી વેકેશન બાદ પણ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન વિકલ્પ ખુલ્લો રહેશે, ફરજીયાત ઓફલાઈન સ્કૂલ ચાલુ રાખનાર સામે કાર્યવાહી થશે

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • કેસ ઘટતા કેટલીક સ્કૂલોએ ફરજીયાત ઓફલાઈન સ્કૂલ કરી દીધી હતી
  • પરંતુ હવે સ્કૂલોએ ઓફલાઈન સાથે ફરજીયાત ઓનલાઈનનો વિકલ્પ પણ આપવો પડશે: DEO

કોરોનાને કારણે દોઢ વર્ષ જેટલો સમય સ્કૂલો સંપૂર્ણ ઓનલાઈન રાખવામાં આવી હતી, પરંતુ કેસ ઘટતા તબક્કાવાર સ્કૂલો ઓફલાઈન શરુ કરવામાં આવી છે. તેમાં પણ વાલીઓને ઓનલાઈન ક્લાસ ભરવા વિકલ્પ આપવામાં આવ્યો છે જે હજુ યથાવત જ છે. જેથી દિવાળી બાદ પણ સ્કૂલો શરુ થતા બંને વિકલ્પ આપવા જ પડશે. સ્કૂલો ફરજીયાત ઓફલાઈન નહિ રખાય.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

કેસ ઘટતા કેટલીક સ્કૂલોએ ફરજીયાત ઓફલાઈન સ્કૂલ કરી દીધી હતી
સરકાર દ્વરા કોરોનાના કેસ ઘટતા એક બાદ એક એકમોમાં છૂટ આપવામાં આવી હતી. જેમાં સ્કૂલ કોલેજ પણ શરૂ કરવા છૂટ આપવામાં આવી છે, પરંતુ સ્કૂલો ઓફલાઈન સાથે ઓનલાઈન પણ ચાલુ રાખવા આદેશ કર્યો છે અને સ્કૂલમાં આવતા તમામ વાલીઓ પાસેથી ઓફલાઈન અભ્યાસ કરાવવા માટે સંમતિ મેળવવી જરૂરી છે. જે વાલીની સંમતિ ના મળે તેમના બાળકને ફરજીયાત ઓનલાઈન શિક્ષણ પણ આપવાનું રહેશે, પરંતુ કેસ ઘટતા કેટલીક સ્કૂલોએ ફરજીયાત ઓફલાઈન સ્કૂલ કરી દીધી હતી. હવે પછી સ્કૂલો શરૂ થશે ત્યારે સ્કૂલોએ ઓફલાઈન સાથે ફરજીયાત ઓનલાઈનનો વિકલ્પ આપવો પડશે નહિ તો DEO દ્વારા સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવશે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

દિવાળી વેક્શન બાદ પણ આ નિયમ લાગુ રહેશે: DEO
અમદાવાદ શહેરના DEO હિતેન્દ્રસિંહ પઢેરીયાના જણાવ્યા અનુસાર, સરકારના નિયમ મુજબ સ્કૂલોએ ઓફલાઈન શિક્ષણ સાથે ઓનલાઈન શિક્ષણની વિકલ્પ આપવો પડશે. દિવાળી બાદ પણ સ્કૂલો શરુ થશે ત્યારે આ નિયમ લાગુ રહેશે જે સ્કૂલો વાલીની સંમતી મેળવ્યા વિના ફરજીયાત ઓફલાઈન સ્કૂલ ચાલુ રાખીને બાળકોને સ્કૂલે બોલ્વાશે તેમને સામે કાર્યવાહી કરવામાં આવશે.વાલીની મરજી પ્રમાણે ઓનલાઈન અને ઓફલાઈનનો વિકલ્પ આપવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...