તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:પાંચ જિલ્લાની તમામ કોર્ટમાં 17 એપ્રિલ સુધી ઓનલાઇન સુનાવણી જ યોજાશે; અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગરની કોર્ટનો સમાવેશ

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • હાઈકોર્ટમાં પણ માત્ર અરજન્ટ સુનાવણી જ યોજવામાં આવશે

ગુજરાત હાઈકોર્ટની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે કેટલાક મહત્ત્વના નિર્દેશો જારી કરાયા છે. ચીફ જસ્ટિસના અધ્યક્ષપણા હેઠળ કમિટીએ 5 જિલ્લાની તમામ કોર્ટ અને ટ્રિબ્યુનલની પ્રત્યક્ષ સુનાવણી 17 એપ્રિલ સુધી બંધ કરીને માત્ર ઓનલાઇન સુનાવણી યોજવા આદેશ કર્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગરમાં સંપૂર્ણ ઓનલાઇન કોર્ટ ચલાવવા આદેશ કરાયો છે. જ્યારે તે સિવાયના જિલ્લામાં મર્યાદિત સ્ટાફ સાથે કોર્ટની કાર્યવાહી કરવા અને સ્ટાફને જમવા માટે માત્ર ટેક અવેનો વિકલ્પ અપાયો છે. કોર્ટની કેન્ટીન બંધ રાખવા આદેશ કરી દેવામાં આવ્યો છે.

સ્ટેના હુકમો 30મી એપ્રિલ સુધી લંબાવાયા
ચીફ જસ્ટિસ વિક્રમનાથે કોરોનાને પગલે 7થી 17 એપ્રિલ સુધી માત્ર અરજન્ટ કેસોની સુનાવણી યોજવા આદેશ કર્યો છે. કોઈ કેસમાં અરજન્સી હોય તો તે માટે વકીલોએ ઓનલાઇન મેન્શનિંગ કરવાનું રહેશે. ઉપરાંત તમામ કેસમાં સ્ટેને 30 એપ્રિલ સુધી લંબાવી દેવા આદેશ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો