સર્ક્યુલર:કોરોનાના કેસો ઘટતાં આગામી 7 જૂનથી હાઈકોર્ટમાં તમામ કેસોની ઓનલાઈન સુનાવણી હાથ ધરાશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • અત્યાર સુધી માત્ર જાહેરહિતની અરજી પર જ ઓનલાઈન સુનાવણી કરવામાં આવતી હતી

છેલ્લા ત્રણ મહિનાથી ગુજરાતમાં કોરોનાનો કહેર વર્તાયો હતો. કેસોમાં વધારો થતાં લોકો ત્રાહીમામ પોકારી ગયાં હતાં. આ સમયે હાઈકાર્ટે રાજ્ય સરકારને કર્ફ્યૂ લાદવા માટે નિર્દેષ કર્યો હતો. હાઈકોર્ટની કામગીરીને લઈને મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આગામી 7મી જૂનથી હાઈકોર્ટમાં તમામ કેસોની સુનાવણી ઓનલાઈન કરવામાં આવશે. 6 એપ્રિલ 2021ના રોજ ગુજરાત હાઈકોર્ટે સર્ક્યુલર બહાર પાડીને માત્ર જાહેરહિતની અરજી ઉપર સુનાવણી કરવાનો નિર્ણય લીધો હતો. હાલ રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો થતાં આગામી 7 જૂનથી કોર્ટમાં તમામ કેસની ઓનલાઈન સુનાવણી શરૂ કરવામાં આવશે.

ઓફલાઇન હિયરિંગ શરુ કરવા માંગ કરાઈ હતી
અગાઉ ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ એસોસિએશનના જનરલ સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોના કાળમાં છેલ્લા એક વર્ષથી કોર્ટમાં પ્રત્યક્ષ સુનવણી ન થતાં એસોસિએશનના એડવોકેટ્સ અને તેમને સંલગ્ન સ્ટાફ ઉપર આર્થિક બોજો પડી રહ્યો છે. હવે જ્યારે કોરોનાની અસર ઓછી વર્તાઈ રહી છે. ત્યારે કોર્ટમાં પણ પ્રત્યક્ષ સુનવણી SOP સાથે શરૂ થવી જોઈએ. જો નામદાર કોર્ટમાં પ્રત્યક્ષ સુનવણી શરૂ થાય તો કોર્ટ દ્વારા બહાર પાડેલી નિર્દેશિકાનો સૌ કોઈ પાલન કરશે.

મેટ્રો કોર્ટમાં ચીફ જજ સહિત 2 જજ સંક્રમિત થયા હતા
કોરોના કાળમાં તાજેતરમાં જ અમદાવાદની મેટ્રો કોર્ટમાં પણ કોરોનાના કેસો સામે આવ્યા હતા. ઘી કાંટા મેટ્રો કોર્ટના CJM એ.વાય. દવે સહિત બે જજ અને સ્ટાફ પોઝિટિવ આવ્યા હતા. કુલ 15 જેટલા લોકો કોરોના પોઝિટિવ આવતાં કોર્ટમાં હાહાકાર મચ્યો હતો. રાજ્યની અન્ય નીચલી કોર્ટમાં પણ કોરોનાનું સંક્રમણ વધતા બંધ રાખવાની ફરજ પડી હતી, ત્યારે કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી અમદાવાદમાં પણ નીચલી કોર્ટ બંધ રાખવામાં આવે અને ઓનલાઇન સુનાવણી થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી

મેગા લોક અદાલત મોકૂફ રખાઈ
નીચલી કોર્ટોમાં કોરોનાના કેસ વધતા 10 એપ્રિલના રોજ રાજ્યની કોર્ટોમાં યોજાનારી મેગા લોક અદાલત પણ મોકૂફ રખાઈ હતી. કોરોનાની અસર ન્યાયતંત્ર પર વર્તાઇ છે. જેથી રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા લોક અદાલત મોકૂફ રાખવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...