તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અમદાવાદ:​​​​​​​કોરોનામુક્ત વિશ્વની પ્રાર્થના સાથે ચિન્મય મિશન દ્વારા ઑનલાઇન હનુમાન હવનનું આયોજન

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચિન્મય મિશન અમદાવાદ દ્વારા જુલાઈ મહિનાથી સંકટમોચન હનુમાન અષ્ટકમ્ પર ઑનલાઇન સત્સંગ યોજાઈ રહ્યો છે.તેની પૂર્ણાહુતિ નિમિત્તે પાંચમી સપ્ટેમ્બરે, શનિવારે સંકટમોચન હનુમાન હવનનું આયોજન કરવામાં આવ્યું છે.

તુલસીદાસજી રચિત આ સ્તોત્ર ઉપર “સમસ્યા અનેક, ઉપાય એક” શીર્ષક સાથે યોજાયેલા ઑનલાઇન સત્સંગ દ્વારા સંસ્થાના સ્વામી અવ્યયાનંદજી લોકોને હનુમાનજી કઈ રીતે આપણને આ સંકટભર્યા સમયમાંથી બહાર નીકળવામાં સક્ષમ બનાવી શકે છે તેના વિશે ખૂબ પ્રેક્ટિકલ માર્ગદર્શન આપ્યું જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયા હતા. આ સત્સંગ પૂરો થવાના અવસરે હનુમાનજી પ્રત્યે વિશેષ આભાર વ્યક્ત કરવા અને ખાસ તો કોરોનાથી બેહાલ અને નિરાશ થયેલું વિશ્વ તેનાથી જલદી મુક્ત થાય અને સૌ સ્વસ્થ રહે તેવી વિશ્વકલ્યાણની ભાવના સાથે આ ઑનલાઇન હવનનું આયોજન કરવામાં આવ્યું છે.

ચિન્મય મિશનના ગ્લોબલ હેડ સ્વામી સ્વરૂપાનંદજી આ પ્રસંગે ખાસ આશીર્વચન આપશે. ચિન્મય મિશન અમદાવાદની પરમધામ યુ-ટ્યૂબ ચેનલ પર સંકટમોચન હનુમાન હવનનું જીવંત પ્રસારણ ૫મીએ સવારે ૬.૩૦થી ૭.૩૦ વાગ્યા સુધી કરવામાં આવશે. વિશ્વભરમાંથી લોકો ઘરેબેઠા આ હવનમાં જોડાઈને હનુમાનજીને કોરોનાસંકટમાંથી મુક્ત કરવાની પ્રાર્થના કરે એવી નમ્ર અપીલ કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો