તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રીમદ્ ભાગવત સ્તુતિમાલા:પુરુષોત્તમ માસમાં આજથી સાંજે 6.30થી 7.15 વાગ્યા સુધી ચિન્મય મિશનનો ઑનલાઇન જ્ઞાનયજ્ઞ

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચાતુર્માસ અને એમાં પણ પુરુષોત્તમ માસના સુયોગને ધ્યાનમાં લઈને ચિન્મય મિશન અમદાવાદે શ્રીમદ્ ભાગવત સ્તુતિમાલા ઑનલાઇન જ્ઞાનયજ્ઞનું આયોજન કર્યું છે. 18 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી દરરોજ સાંજે 6.30થી 7.15 વાગ્યા સુધી સ્વામી અવ્યયાનંદજી ભાગવત પર ગુજરાતી ભાષામાં પ્રવચન આપશે જેનું ચિન્મય મિશન અમદાવાદના ફેસબુક પેજ પરથી જીવંત પ્રસારણ કરવામાં આવશે. બીજે દિવસે સંસ્થાની પરમધામ યુ-ટ્યૂબ ચેનલ પર પણ તેનું પ્રસારણ કરવામાં આવશે. કોવિડ-19 મહામારીને ધ્યાનમાં લઈને સંસ્થાના બધા જ ઉત્સવો અને કાર્યક્રમોની ઉજવણીનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રસારણ કરવામાં આવે છે જેથી વધુ લોકો ઘરેબેઠા જ તેમાં જોડાઈ શકે છે.

પુરુષોત્તમ માસમાં શ્રીમદ્ ભાગવતના પવિત્ર ગ્રંથના શ્રવણ અને મનનનું અધિક મહત્ત્વ છે અને તેનું પુણ્ય પણ અનેકગણું મળે છે એમ કહેવાય છે. ભાગવતમાં ભગવાન વિષ્ણુના ભક્તોની ગાથા કહેવાઈ છે અને તેમણે ભગવાનની જે સ્તુતિ કરી છે તેમાં રહેલી ભક્તિ અને જ્ઞાનનો પ્રકાશ શ્રોતાને જીવનનું સાચું લક્ષ્ય બતાવે છે. અત્યારે કોરોનાને કારણે લોકો મનમાં ઉદ્વેગ, ચિંતા અને બીજી નકારાત્મક લાગણીઓને કારણે અસહાયતાનો અનુભવ કરી રહ્યા છે ત્યારે ભગવાન વિષ્ણુ અસુરરૂપી નકારાત્મકતાઓને જે રીતે નષ્ટ કરે છે. તેની કથા ભાગવતમાં સુંદર રીતે આલેખાઈ છે અને તેને સાંભળવાથી મનને શાંતિ અને ઊર્જા મળે છે. તે હેતુથી ચિન્મય મિશન દ્વારા આ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌ કોઈ ઑનલાઇન જોડાઈને લાભ લઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...