ક્રાઇમ:​​​​​​​ઓનલાઈન જુગાર રમતા દેવું થઈ ગયું અને માલિકના ત્યાં જ 10 કિલો ચાંદીની લૂંટનું તરકટ રચ્યું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લૂંટની ફરિયાદ કરનાર જ આરોપી નીકળ્યો,મિત્ર સાથે મળીને લૂંટનો પ્લાન ઘડ્યો

અમદાવાદના નિકોલમાં ફિલ્મી ઢબે થયેલ લૂંટ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચએ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે દિવાળીના તહેવાર સમયે 10 કિલો ચાંદીની ચોરી થતા આરોપીને તતાકાલિક પકડવા માટે શહેર પોલીસ કમિશનરે સૂચના આપી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, લૂંટની ફરિયાદ કરનાર જ આરોપી હતો. દેવું થઈ જતા મિત્ર સાથે મળીને ચોરીનો પ્લાન ઘડ્યો હતો.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પકડેલા આરોપીઓ આ નામ સંકેત ખટીક, નિલેશ ખટીક, સતીશ ઠાકોર છે જે તમામ અમદાવાદના રહેવાસી છે. 16મી તારીખે અમદવાદના નિકોલમાં આવેલ સત્યમ પ્લાઝા નજીક માણેક ચોક ના અર્હમ જવેલર્સ ના કર્મચારી સંકેત ખટીક ને આંખ માં મરચું નાખી એક એક્ટિવા પર સવાર ત્રણ શખ્સો મરચું નાખીને 10 કિલ્લો ચાંદીની લૂંટ કરીને ફરાર થયા ગયા હતા આ સમાચાર અમદાવાદ કંટ્રોલ રૂમમાં મળતાની સાથે જ સ્થાનિક પોલીસ અને અમદવાદ ક્રાઇમ બ્રાંચ ની ટિમો ઘટના સ્થળ પર દૌડી આવી હતી અને ફરિયાદી ની પૂછપરછ શરુ કરવામાં આવી હતી. સાથે જ ટેક્નલોજી અને સીસીટીવીની પણ તપાસ કરવામાં આવી હતી. જે તપાસમાં ક્રાઇમ બ્રાંચ ને સંતોષ ન થતા ફરિયાદની ઘનિષ્ઠ પૂછપરછ કરતા ચુકાવનારો ખુલાસો સામે આવ્યો હતો.

અર્હમ જવેલર્સના કર્મચારી સંકેત ખટીક ની ભોગબનનાર તરીકે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ની ટિમ પૂછ પરછ કરી રહી હતી ત્યારે સંકેત ખટીક પૂછપરછમાં ભાંગી પડ્યો હતો અને તેણે ગુનાની કબૂલાત કરી હતી કે, આ લૂંટએ એક તરકટ હતું આ લૂંટમાં ખુદ પણ સામેલ છે અને અન્ય ત્રણ મિત્રો પણ સંડોવાયેલ છે ત્યારે અમદવાદ ક્રાઇમ બ્રાંચ એ ચાર પૈકી ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે જેની પાસે 10 કિલ્લો ચાંદી પણ કબ્જે કરવામાં આવ્યું છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સંકેત ખટીક, નિલેશ ખટીક, સતીશ ઠાકોરની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા અજાણવા મળ્યું હતું કે, આ તમામ મિત્રો ઓનલાઇન જુગાર રમવાના આદત વાળા હતા સાથે જ નશો કરવાની પણ ટેવ હતી જેના કારણે દેવું થઇ જતા આ દેવું ચૂકવા માટે આ લૂંટનું તરકટ રચ્યું હતું પણ આ તરકટ વધુ સમય ન ચાલ્યું અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચ તમામ આરોપી ની પોલ ખોલી નાખી છે અને તમામ આરોપી ને જેલ ના સળિયા પાછળ ધકેલી ધીધા છે.

અન્ય સમાચારો પણ છે...