તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાર્થીઓ મૂંઝવણમાં:ગુજરાત યુનિ.ની ઓનલાઇન પરીક્ષામાં છબરડા, વિદ્યાર્થીઓ રાહ જોતા રહ્યા પણ પરીક્ષામાં પેપર જ ના ખૂલ્યું

અમદાવાદએક મહિનો પહેલા
પરીક્ષા માટે લોગિનનો પ્રયાસ ક�
  • LLM સેમેસ્ટર-4ના વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા
  • પેપર શરૂ થવાનો સમય બાદ પણ પેપર જ ના ખૂલ્યું

ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષાની સાથે ઓનલાઇન પરીક્ષા પણ અત્યારે ચાલી રહી છે. જેમાં હાલ LLM સેમેસ્ટર-4ની ઓનલાઇન પરીક્ષા અત્યારે ચાલી રહી છે. ઓનલાઇન પરીક્ષામાં શુક્રવારે લેબર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ લોનું પેપર હતું. વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે લોગ ઈન કર્યું હતુ. પરીક્ષાનો સમય શરૂ થયો હોવા છતાં અનેક વિદ્યાર્થીઓના પેપર જ ખુલ્યા નહોતા અને બાદમાં વિકલ્પ પણ સિલેક્ટ થયા નહોતા.

ઓનલાઈન પરીક્ષામાં પેપર જ લોડ થયું
અનંત પટેલ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે. આજે પેપર શરૂ થવાનો સમય શરૂ થયો હોવા છતાં પેપર ખૂલતું જ નહોતું. જેથી આજનું પેપર કેન્સલ કરીને ફરીથી આયોજન કરવું જોઈએ. ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પ્રક્રિયામાં પહેલેથી જ છબરડા થતાં આવ્યા છે અગાઉ પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓને ગેરહાજર બતાવીને નાપાસ કરવામાં આવ્યા છે જ્યારે કેટલાક વિદ્યાર્થીઓએ એસાઇમેન્ટ સબમિટ કરાવ્યા હોવા છતાં નાપાસ કરવામાં આવ્યા અને હવે ઓનલાઇન પરીક્ષામાં પણ છબરડા છે જેનાથી વિદ્યાર્થીઓ પરેશાન છે.

પેપર લોડ ન થતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં
પેપર લોડ ન થતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં

અગાઉ હોલ ટિકિટમાં છબરડો
નોંધનીય છે કે છ દિવસ પહેલા જ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષામાં ઓનલાઈન પરીક્ષામાં પણ છબરડા થયા હોવાનું સામે આવ્યું હતું. જેમાં 6 જુલાઈથી શરૂ થનારી ઓફલાઈન પરીક્ષા અગાઉ જ વિદ્યાર્થીઓને આપવામાં આવતી હોલ ટિકિટમાં બેદરકારી સામે આવી હતી. LLMના સેમ-2ના વિદ્યાર્થીઓને આપવામાં આવેલ હોલ ટિકિટમાં વિદ્યાર્થીનું નામ અલગ અને ફોટો અલગ વિદ્યાર્થીનો છે. જેનાથી વિદ્યાર્થીઓ મુઝવણમાં મુકાયા છે. જો કે, યુનિવર્સિટીના અધિકારીએ જણાવ્યું હતું કે, નવા ફોટા સાથેની હોલ ટિકિટ અપલોડ કરી દેવાઈ છે.

ગુજરાત યુનિવર્સિટીની ફાઈલ તસવીર
ગુજરાત યુનિવર્સિટીની ફાઈલ તસવીર

યુનિવર્સિટી લેટ ફોર્મ ભરવાની ફી વસૂલ કરશે
કોરોનાના કેસ ઘટતા હવે ગુજરાત યુનિવર્સિટી દ્વારા અગામી દિવસમાં ઓફલાઈન પરીક્ષા યોજવામાં આવશે. UG સેમેસ્ટર 4,6 અને PGની સેમેસ્ટર 4ની પરીક્ષાના ફોર્મ ભરવા માટે મુદત લંબાવવામાં આવી છે. ત્યારે કોરોનાની પરિસ્થિતિમાં પણ લેટ ફોર્મ ભરનાર પાસેથી યુનિવર્સિટી 2500 રૂપિયા લેટ ફી વસુલશે. યુનિવર્સિટી દ્વારા પરીક્ષા ફોર્મ અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના મહામારીને કારણે UG સેમેસ્ટર 4 અને 6 તથા PGના સેમેસ્ટર 4ની પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 જુન રાખવામાં આવી હતી જે હવે 2500 રૂપિયા લેટ ફી સાથે 8 જુલાઈ સુધી સ્વીકારવામાં આવશે.