અમદાવાદ / ઓનલાઈન શિક્ષણ, વાલીઓએ કહ્યું-બાળકો 3-4 કલાક લેપટોપ સામે બેસી ન શકે, આંખ-મગજ માટે નુકસાનકારક

online education: parents says children can't sit in front of laptop for 3-4 hours, harmful to eyes-brain
X
online education: parents says children can't sit in front of laptop for 3-4 hours, harmful to eyes-brain

દિવ્ય ભાસ્કર

Jun 21, 2020, 01:40 PM IST

અમદાવાદ. રાજ્યમાં ખાનગી શાળાઓ દ્વારા ફી ઉઘરાવવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજીમાં બાળકોના ઓનલાઇન શિક્ષણથી તેઓની આંખો બગડી શકે છે. કેટલા કલાક શિક્ષણ, એક ઘરમાં બે બાળકો હોય તો શું? અને સરકારની આ મામલે નીતિ શું છે તેનો જવાબ રજૂ કરવા સરકારને આદેશ કર્યો છે. બાળકોને ઓનલાઇન શિક્ષણ મામલે DivyaBhaskarએ કેટલાક વાલીઓને પૂછ્યું હતું અને તેમના પ્રતિભાવ જાણ્યા હતાં. આ દરમિયના વાલીઓએ જણાવ્યું કે, નાના બાળકો 3-4 કલાક લેપટોપ, મોબાઈલની સામે ભણવા બેસી જ નહીં શકે કેમ કે તેની આંખો અને મગજને પણ નુકસાનકારક છે.

ઓનલાઈન અભ્યાસ કરી રહેલો ડો. હેતલ સરૈયાનો પુત્ર

કોરોનામાં બાળકોની સલામતી જરૂરી છે જેથી ઓનલાઇન શિક્ષણ યોગ્ય છેઃ ડો. હેતલ સરૈયા
ઉસ્માનપુરામાં રહેતા ન્યૂટ્રીશિયન ડો.હેતલ સરૈયા DivyaBhaskarને જણાવ્યું હતું કે કોરોનામાં બાળકોની સલામતી જરૂરી છે અને હાલમાં જે રીતે ડિજિટલ/ ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે એ યોગ્ય છે. જો કે ઘરે ઓનલાઇન શિક્ષણથી સ્કૂલમાં જે ભણવાનું વાતાવરણ મળે એવું વાતાવરણ તો નહીં જ મળે પરંતુ અત્યારે બાળકોની સલામતી જરૂરી છે અને ઓનલાઇન શિક્ષણ એટલા માટે જરૂરી છે કે બાળકો શિક્ષણ સાથે જોડાયેલા રહે. બે- ત્રણ મહિના બાદ જ્યારે તેઓ સ્કૂલે જાય ત્યારે તેઓને ભણતરની એ જ રિધમ મળી રહે.

બધાને ઓનલાઇન કામ હોય તો દરેક માટે અલગ ગેજેટનો ખર્ચ ભોગવવો પડેઃ પ્રીતિ પંચાલ
આંબાવાડીમાં રહેતા ન્યૂટ્રીશિયન અને હેલ્થ કોચ પ્રીતિ પંચાલે DivyaBhaskarએ જણાવ્યું હતું કે નાના બાળકો હજી ઓનલાઇન સ્ટડી માટે તૈયાર નથી. લેપટોપ- મોબાઈલ જેવા ગેજેટથી બાળકોની આંખો બગડી શકે છે. ફોરેનમાં પણ હાયર સેકન્ડરીથી ઓનલાઇન એજ્યુકેશન આપવામા આવે છે. ઘરમાં બે બાળકો છે અને હું પણ એક વર્કિંગ વુમન છું બધાને ઓનલાઇન કામ હોય તો દરેક માટે અલગ ગેજેટનો ખર્ચ ભોગવવો પડે. 


ઓનલાઇન થવામાં નાના બાળકોને તકલીફ પડે છેઃ અમી પરમારે
પાલડીમાં રહેતા અને બે બાળકોની માતા અમી પરમારે DivyaBhaskarને જણાવ્યું હતું કે બાળકોને સ્કૂલમાં જે રીતે ભણતર મળે છે એ યોગ્ય છે પરંતુ હાલમાં કોરોનાની મહામારી વચ્ચે ઓનલાઇન શિક્ષણથી બાળકો ટેવાઈ ગયા છે. શરૂઆતમાં જ્યારે લોકડાઉન થયું અને ઓનલાઇન ક્લાસ ચાલુ થયા ત્યારે ઘણી તકલીફ પડી હતી પરંતુ હવે તેઓને કઈ રીતે ઓનલાઇન થવું વગેરે ખ્યાલ આવી ગયો છે. નાના બાળકો છે તેઓને તકલીફ પડે છે. જો કે બાળકોને હવે ઓનલાઇન શિક્ષણની આદત પડતી ગઈ છે. 

10 વર્ષથી નીચેના બાળકો માટે ઓનલાઇન શિક્ષણ યોગ્ય નથીઃઆંચલ અગ્રવાલ 
સાઉથ બોપલમાં રહેતા અને વર્કિંગ વુમન આંચલ અગ્રવાલે DivyaBhaskarને જણાવ્યું હતું કે 10 વર્ષથી નીચેના બાળકો માટે ઓનલાઇન શિક્ષણ યોગ્ય નથી. નાના બાળકો 3-4 કલાક લેપટોપ, મોબાઈલની સામે ભણવા બેસી જ નહીં શકે. મારા બાળકને તો હું આટલો લાંબો સમય લેપટોપ સામે બેસાડી જ ન શકું કેમ કે તેની આંખો અને મગજને પણ નુકસાનકારક છે. નાના બાળકો માટે ઓનલાઈન કલાસિસ જરૂરી નથી. તેમને બુક્સ આપવામાં આવી જ છે અને માતા-પિતા તેમાંથી ભણાવી શકે છે.

ઓનલાઇન શિક્ષણથી બાળકો જ નહીં માતા-પિતા પણ થાકી જાય છેઃ યુતિ ધોળકિયા 
એસજી હાઇવે પર રહેતા યુતિ ધોળકિયાએ DivyaBhaskarને જણાવ્યું હતું કે ઓનલાઇન શિક્ષણ 10 વર્ષથી નીચેના બાળકો માટે યોગ્ય નથી. અત્યારે કોરોનાના કારણે સ્કૂલો ચાલુ નથી. પરંતુ સ્ફૂલ તરફથી બાળકોના માતા-પિતાને વીડિયો મોકલી આપવામાં આવે જેના પરથી તેમને ભણાવશે. ઓનલાઇન શિક્ષણથી બાળકો જ નહીં માતા-પિતા પણ થાકી જાય છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી