ધાર્મિક:ચિન્મય મિશનમાં ઓનલાઇન ધન્વંતરિ હવન અને પૂજા કરાશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચિન્મય મિશન અમદાવાદના પરમધામ ખાતે દર વર્ષની જેમ પરંપરાગત રીતે દિવાળી ઊજવાશે, પણ કોવિડ મહામારીને ધ્યાનમાં રાખી તેમાં ફેરફાર કરાયા છે, જેથી લોકો સુરક્ષિત રહીને પણ, ભક્તિભાવ સાથે ઉલ્લાસભેર આ તહેવાર ઊજવી શકે.

13 નવેમ્બરે ધનતેરસે વહેલી સવારે 6.30થી 7.30 દરમિયાન ધન્વંતરિ હવન થશે અને સાંજે સાડા છ વાગ્યાથી ધનલક્ષ્મી પૂજા થશે. પૂજાવિધિનું સીએમઅમદાવાદ ફેસબુક પેજ પરથી જીવંત પ્રસારણ કરાશે.

14મીએ દિવાળીએ ભગવાન સીતારામજીની વિશેષ પૂજા કરવામાં આવશે. 15મીએ પડતર દિવસને ખાસ ભક્તિસાધના દિન તરીકે ઊજવાશે. 16 નવેમ્બરે શરૂ થતા નૂતન વર્ષ નિમિત્તે સવારે સાડા છ વાગ્યાથી શ્રીકૃષ્ણ ભગવાનને અભિષેક અને નવા અલંકારો અર્પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...