તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્કૂલોમાં નવા સત્રનો પ્રારંભ:ધોરણ 3થી 12ના વિદ્યાર્થીઓના ઓનલાઈન વર્ગો ચાલુ, ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓના વર્ગો આગામી સપ્તાહથી શરૂ થશે

અમદાવાદ18 દિવસ પહેલા
આજે માત્ર શિક્ષકો અને આચાર્યોને જ બોલાવવામાં આવ્યા
  • શિક્ષકોને ટાઈમ ટેબલ બનાવવા તથા અભ્યાસ કેવી રીતે કરાવવો તેની સૂચના આપવામાં આવી

આજથી રાજ્યમાં સ્કૂલોમાં નવા સત્રનો પ્રારંભ થયો છે. સ્કૂલોમાં શિક્ષકો, આચાર્ય અને સ્ટાફની જ હાજરી જોવા મળી હતી. ગત વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેમાં ધોરણ 3થી 12ના વિદ્યાર્થીઓના ઓનલાઈન વર્ગ શરુ કરવામા આવ્યાં હતાં. જ્યારે ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓને આવતા સપ્તાહથી વર્ગો શરુ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગ દ્વારા નવો આદેશ ના આવે ત્યાં સુધી ઓનલાઇન જ ભણાવવામાં આવશે.

ગાઈડલાઈન પ્રમાણે કામગીરી શરુ થઈ
આ અંગે શહેરની નીમા સ્કૂલના આચાર્ય સહદેવ સિંહે જણાવ્યું હતું કે આજથી સ્કૂલો તો શરૂ થઈ છે પરંતુ શિક્ષણ તો ઓનલાઇન જ આપવામાં આવી રહ્યું છે. આજે સ્કૂલમાં માટે શિક્ષકો અને સ્ટાફના કર્મચારીઓ જ આવ્યા હતા.તમામને સરકારી ગાઈડ લાઇન પ્રમાણે બેસાડવામાં આવ્યા હતા. આજે પ્રથમ દિવસ હોવાથી અગાઉની બાકી કામગીરી, નવા એડમિશન, જૂના LC સોંપવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.

સ્કૂલો શરુ થતાં અભ્યાસ અને ટાઈમટેબલ બનાવવાની શરુઆત થઈ
સ્કૂલો શરુ થતાં અભ્યાસ અને ટાઈમટેબલ બનાવવાની શરુઆત થઈ

ઓનલાઇન શિક્ષણ માટે સ્પષ્ટ આદેશ કરાયો
ઉપરાંત શિક્ષકોને ટાઈમ ટેબલ બનાવવાની અને કઈ રીતે અભ્યાસ કરાવવો તે અંગે સૂચના આપવામાં આવી હતી. આજે પ્રથમ દિવસ હોવાથી વિદ્યાર્થીઓ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.આવતીકાલથી રાબેતા મુજબ ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવશે. કોરોના ને કારણે શિક્ષણ પર અસર જોવા મળી છે. જેના કારણે વિદ્યાર્થીઓને અત્યારે ઓનલાઇન ભણાવવામાં આવી રહ્યા છે. ઓનલાઇન અભ્યાસ છેલ્લા 1 વર્ષથી ચાલી રહ્યો છે. ત્યારે હવે નવા શૈક્ષણિક વર્ષમાં પણ ઓનલાઇન અભ્યાસ જ કરાવવામાં આવ્યો છે.સરકાર દ્વારા સ્પષ્ટ ઓનલાઇન શિક્ષણ માટે સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે.

શૈક્ષણિક સત્ર શરૂ થતા પહેલા સ્કૂલોમાં સેનિટાઈઝેશન કરાયું
શાળા સંચાલકના જણાવ્યા અનુસાર, આવતીકાલથી ફરીથી સ્કૂલો શરૂ થતી હોવાને કારણે તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. સરકારની SOP પ્રમાણે જ સ્કૂલો શરૂ થશે. સ્કૂલોમાં સેનિટાઈઝેશન કરવામાં આવ્યું છે. સ્કૂલમાં આવતા શિક્ષકો અને કર્મચારીઓનું બોડી ટેમ્પરેચર ફરજીયાત રોજ થર્મલ સ્ક્રીનિંગથી ચેક કરવામાં આવશે. શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, હજુ પણ 1 મહિના જેટલો સમય વિદ્યાર્થીઓને ઓનલાઇન જ ભણાવવામાં આવશે. કોરોનાના કેસ કાબૂમાં આવશે તે બાદ 50 ટકા વિદ્યાર્થીઓની હાજરી સાથે વર્ગ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવશે.

કોરોનાના કેસ કાબૂમાં આવશે તે બાદ 50 ટકા વિદ્યાર્થીઓની હાજરી સાથે વર્ગ શરૂ કરાશે
કોરોનાના કેસ કાબૂમાં આવશે તે બાદ 50 ટકા વિદ્યાર્થીઓની હાજરી સાથે વર્ગ શરૂ કરાશે

જાન્યુઆરી અને ફેબ્રુ.માં ઓફલાઈન શિક્ષણ શરૂ થયું હતું
આ પહેલાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવામાં હતી, જેને પગલે ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાજ્યમાં ધો.9 અને 11ની સ્કૂલો 1 ફેબ્રુઆરી શરૂ કરવામાં આવી હતી તેમજ ધોરણ 9થી 12 અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસને મંજૂરી આપી હતી. 9થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલ્યા બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 8મી ફેબ્રુઆરીથી કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પુન:શરૂ કરવાની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...