તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી પહેલ:ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ‘નીટ’ના ઓનલાઇન ક્લાસ, પરીક્ષામાં મુશ્કેલી ન પડે તે માટે SSAનો પ્રયોગ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • દરેક ઓનલાઈન લેક્ચરમાં સરેરાશ 32થી 35 હજાર વિદ્યાર્થીઓ જોડાય છે

રાજ્યના ગ્રામીણ અને ગુજરાતી માધ્યમના બાળકોને નીટ-ગુજકેટની પરીક્ષામાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે સમગ્ર શિક્ષા અભિયાન (એસએસએ)ને સ્પર્ધાત્મક પરીક્ષાના મુખ્ય વિષયોના ઓનલાઇન ક્લાસ શરૂ કરાતાં દરેક વીડિયોમાં સરેરાશ 32થી 35 હજાર વિદ્યાર્થીઓ જોડાઇ રહ્યાં છે. એસએસએ શરૂ કરેલા ઓનલાઇન વર્ગો નીટની પરીક્ષા સુધી ચાલુ રહેશે.

ધો.12માં માસ પ્રમોશન બાદ મેડિકલ ફિલ્ડમાં જવા ઇચ્છતા વિદ્યાર્થી માટે નીટ અને એ ગ્રૂપના વિદ્યાર્થીઓ માટે ગુજકેટ અને જેઇઇની પરીક્ષા મુખ્ય પરીક્ષા સાબિત થશે. શહેરી વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ક્લાસ ચાલી રહ્યા છે. પરંતુ વધુ મુશ્કેલી ગ્રામીણ વિદ્યાર્થીઓને પડી રહી છે. કારણ કે આખું વર્ષ ઓનલાઇન એજ્યુકેશનથી નીટ અને જઇઇ-ગુજકેટ પરીક્ષા પર તેઓ ધ્યાન આપી શક્યા નથી, ઉપરાંત આ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના જરૂરી જ્ઞાનનો અભાવ છે. આ બાબતને ધ્યાને લઇને એસએસએ ગુજરાતી માધ્યમ માટે ઓનલાઇન ક્લાસ શરૂ કર્યા છે.

બાળકોની તૈયારી માટે ક્લાસ શરૂ કર્યા
નીટ અને ગુજકેટની પરીક્ષા માટે બાળકોમાં કોઇ કચાશ ન રહે તે માટે અમે ઓનલાઇન ક્લાસ શરૂ કર્યા છે. આ ક્લાસમાં કોઇપણ બાળક જોડાઇ શકે છે. બાળકોના પ્રશ્નો પણ ઓનલાઇન ક્લાસમાં સોલ્વ કરવામાં આવશે. - પી. ભારતી, સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, એસએસએ

અન્ય સમાચારો પણ છે...