તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદમાં દિવાળીના દિવસે સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર ખાતે ઓનલાઈન શાસ્ત્રોક્ત વિધિ સાથે, ચોપડા પૂજન તથા લક્ષ્મીપૂજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ઓન લાઇન પોતાના ચોપડાનું કર્યું હતુ. ત્યારબાદ ઠાકોરજીને 108 વાનગીઓનો અન્નકૂટ ધરાવી, માધવપ્રિયદાસજી સ્વામી તથા બાલકૃ્ષ્ણદાસજીએ ઠાકોરજીની આરતિ ઉતારી અન્નકૂટના દર્શન ખુલ્લા મૂક્યા હતા. આ પ્રસંગે માધવપ્રિયદાસજી સ્વામીએ દિપાવલીના પુનિત પર્વે શુભ સંદેશ પાઠવતા જણાવ્યું હતું કે વિક્રમ સંવત્ 2077નું નૂતન વર્ષનું પ્રભાત આપ સૌના માટે સુખ, શાંતિ અને નિરામય બની રહે એવી શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ.
મહામારીથી હતાશ કે નિરાશ થવાની જરૂર નથી
દિપાવલીના દિવસો છે ત્યારે આખી દુનિયામાં કોરોનાની ભયંકર મહામારીનો અંધકાર છવાયેલો છે. એનાથી હતાશ કે નિરાશ થવાની જરુર નથી. પરમાત્માની કૃપાથી આ ઘોર અંધારી રાત અવશ્ય પસાર થશે. સુખભર્યું નવલું પ્રભાત પ્રગટશે. એવા વિશ્વાસ રુપી આશાના દિવડાને પ્રજ્વલિત રાખી આ અંધકારની સામે લડત લેતા રહીએ. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આવા રોગાદિક આપત્કાળ પ્રસંગે પોતાની અને પારકાની રક્ષા કરવાનું કહેલ છે.
એ આજ્ઞાને અનુસરીને આપણે સાવચેતી સાથે પોતાના તથા પારકાના જીવનદીપને સુરક્ષિત રાખીએ. સ્વામીજીએ જણાવેલ કે, આપણી ભારતીય સંસ્કૃતિ ચાર પુરુષાર્થ -- અર્થ કામ અને મોક્ષમાં માને છે. આજે સમગ્ર વિશ્વ અર્થને આધારે ટકી રહેલ છે. ધનનો નિષેધ નથી પણ વિવેક પૂર્ણ ઉપયોગ કરવાનું ભારતીય સંસ્કૃતિ કહે છે. ભગવાને આપણને આપ્યુ છે તો તેનો ઉપયોગ દરિદ્રનારાયણ માટે થવો જોઇએ. ધન મેળવો પણ ધર્મ પૂર્વક મેળવો અને ધન વાપરો પણ ધર્મે ચિંધેલા માર્ગે વાપરો.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.